ગીર સોમનાથ જિલ્લાની તમામ આશા બહેનોએ આંદોલનકારી પ્રવિણ રામની આગેવાનીમાં જિલ્લા કલેકટરને આપ્યું આવેદનપત્ર

adminpoladgujarat
adminpoladgujarat
2 Min Read

કોરોના વોરિયર્સનું શોષણ એ શરમજનક બાબત :- પ્રવિણ રામ

ગીર સોમનાથ :  આશા બહેનો આરોગ્યના પાયા સમાન છે, આશા બહેનો અને ફેસિલિટર બહેનોની કામગીરીના કારણે ગ્રાઉન્ડ લેવલની આરોગ્યની કામગીરીમાં અનેકગણો સુધારો થયો છે, કોરોના કાળમાં પણ તમામ બહેનોએ પોતાની કે પોતાના પરિવારની ચિંતા કર્યા વિના અવિરત સેવા આપી છે જેમનું હજુ અનેક બહેનોને વેતન પણ મળ્યું નથી જે ખૂબ જ શરમજનક બાબત છે ત્યારે આશા બહેનો અને ફેસિલિટર બહેનોએ પ્રવીણભાઇ રામની આગેવાનીમાં જિલ્લા કલેકટરને નીચે મુજબની માંગણીઓ સાથે આવેદન સુપરત કર્યું

૧) આશા બહેનો અને ફેસિલિટર બહેનોને સરકાર દ્વારા ઇન્સેન્ટિવ મુજબ વેતન આપવામાં આવે જે કામના પ્રમાણમાં ખૂબ જ નહિવત છે એટલાં માટે આશા બહેનો અને ફેસિલીટર બહેનોને એમની કામગીરીને ધ્યાને લેતા લઘુતમ વેતન મુજબ ફિક્સ પગાર કરી તદ્ઉપરાંત વધારાની કામગીરીનું મળવાપાત્ર ઇન્સેંન્ટિવ પણ આપવામાં આવે
૨) કાર્ડ ધારકોની ડિલિવરી સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલમાં થાય ત્યારે નિયમાનુસાર બન્નેમાં સરખું જ વળતર આપવામાં આવે
3) તમામ સગર્ભાની દરેક તપાસ માટે વળતર આપવામાં આવે
૪) સ્ટ્યુમ રિફરનું વળતર આપવામાં આવે
૫) દર શનિવારે પી.એસ.સી પરની મિટિંગનું વળતર મળવાપાત્ર છે એટલા માટે દરેક શનિવારની મિટિંગનું વળતર ચૂકવવામાં આવે
૬)શાળા આરોગ્યમાં આશા બહેનો પાસે વગર વળતરે કામ કરાવવામાં આવે છે ત્યારે એમનું વળતર ચૂકવવામાં આવે
૭) મોતિયા ઓપરેશન – લેપ્રેસી, ટી બી વગેરેના કામો પણ લેવામાં આવે ત્યારે તેનું પણ દરેક વખતની હાજરી અને નોંધણી માટેનું વળતર આપવામાં આવે
૮) આશાબહેનો અને ફેસિલિટર બહેનો પાસે કોરોના કાળમાં લેવામાં આવેલી કામગીરીનું અનેક જગ્યાએ હજુ વળતર ચૂકવવામાં આવ્યું નથી એ તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવે

આશા બહેનોએ કોરોના કાળમાં કોરોના વોરિયર્સ તરીકે મહત્વની ભૂમિકા ભજવી છે ત્યારે સરકાર ઉપરની તમામ માંગણીઓને ગંભીરતાથી ધ્યાને લેશે એવો વિશ્વાસ આંદોલનકારી પ્રવીણભાઇ રામે વ્યક્ત કર્યુ

Share this Article
Leave a comment