ગાયન (સુગમ સંગીત,લગ્નગીત ,શાસ્ત્રીય કંઠય સંગીત (હિન્દુસતાની),લોકગીત/ભજન સ્પર્ધા જિલ્લા કક્ષાની સ્પર્ધા તા.૧૨ ડિસેમ્બર,૨૦૨૦ થી ૧૮ ડિસેમ્બર ૨૦૨૦

adminpoladgujarat
adminpoladgujarat
2 Min Read

(ડાંગ માહિતી બ્યુરો) આહવા; તા. ૧૦; રાજ્યના મુખ્યમંત્રીશ્રી દ્વારા તા.૧/૧૦/૨૦૨૦થી ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશકત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઇલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમ થી & quot; મોબાઇલ ટુ સ્પોર્ટ્સ & quot; ના અભિયાન ની નવતર પહેલ કરી છે. હાલના કોરોના (કોવિડ-૧૯)ની મહામારી વિષમ સંજોગોમાં ફેસબુક વ્હોટસ એપ ઇન્સ્ટાગ્રામ તથા વિડિયો ગેઇમ્સ જેવી પ્રવૃતિઓમાં અત્યંત કિમતી સમય વેડફતા યુવાધનને હકારાત્મક રીતે ક્રિયાશીલ કરવા રમત ગમતની પ્રવૃતિઓ તરફ આકર્ષિત કરવા એ સમયની તાતી જરૂરિયાત છે.

યુવાધનનો શારીરિક અને માનસિક વિકાસ ઉતમ રીતે થાય તે હેતુથી સરકારશ્રીએ વર્ષ-૨૦૨૦-૨૧ દરમિયાન "મોબાઇલ ટુ સ્પોર્ટસ" ની નવી યોજના મંજુર કરી છે આ યોજનાને "મોબાઇલ ટુ સ્પોર્ટસ" ફેસબુક પેજ, યુ-ટયુબ ચેનલ, રેડિયો કવીઝ, ચિત્ર સ્પર્ધા, ટેલિવિઝન તેમજ સોશિયલ મિડિયા સબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓની વિગતો, ઓડિયો/વિડિયો કલીપ રજુ કરીને યુવાનોને રમતગમતની પ્રવૃતિઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવામાં આવશે.

આ હેતુને સુચારૂ રીતે પાર પાડવા રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની કમિશ્નનરશ્રી,યુવક સેવા અને
સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી,ગાંધીનગર તથા જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરીઓ દ્વારા સંયુકત રીતે " ગાયન (સુગમ સંગીત, લગ્નગીત, શાસ્ત્રીય કંઠય સંગીત (હિન્દુતાની), લોકગીત/ભજન સ્પર્ધા " નું આયોજન કરેલ છે, જેમાં જુદા જુદા વયજુથ પ્રમાણે કલાકારો ભાગ લઇ શકશે, જેમાં ૬ વર્ષથી ૧૪ વર્ષ સુધીના, ૧૫ વર્ષથી ૨૦ વર્ષ સુધીના, ૨૧ વર્ષથી ૫૯ વર્ષ સુધીના,તેમજ ૬૦ વર્ષથી ઉપરના ઓપન વયજુથમાં ભાગ લઇ શકશે.ઉકત સ્પર્ધાની વિડિયો કલીપ તૈયાર કરી તા.૧૮/૧૨/૨૦૨૦ ને બપોરે ૧૨:૦૦ કલાક સુધી પોતાના જિલ્લામાં આવેલ જિલ્લા યુવા વિકાસ અધિકારી/જિલ્લા રમતગમત અધિકારીની કચેરીમાં મોકલવાનું રહેશે. આ સ્પર્ધાના નિયમો જાણવા માટે ૯૪૨૭૧૭૩૩૯૧ અને ૯૦૯૯૧૩૨૨૬૫ મોબાઇલ નંબર ઉપર સંપર્ક સાંધવાનો રહેશે.

જિલ્લાકક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રૂ.૧૦૦૦/- દ્વિતિય વિજેતાને રૂ.૭૫૦/- તેમજ તૃતિય ઇનામ વિજેતાને રૂ.૫૦૦/- ઇનામ આપવામાં આવશે. રાજયકક્ષાની ગાયન સ્પર્ધમાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતા રૂ.૨૫,૦૦૦/- દ્વિતિય રૂ.૧૫,૦૦૦/- તૃતિય વિજેતાને રૂ.૧૦,૦૦૦/- એમ ત્રણ ઈનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂ.૫૦૦૦/- (પ્રત્યેક્ને) મુજબ આશ્વાસન ઇનામો આપવામાં આવશે. આ અંગેની વધુ માહિતી "મોબાઈલ ટૂ સ્પોર્ટ્સ

Share this Article
Leave a comment