‘આયુષ્માન ભારત કાર્ડ’ના નામે ખોટી જાહેરાત આપી છેતરપિંડી કરતી કન્સલ્ટન્સી કંપનીઓથી સાવધ રહેવા લોકોને અનુરોધ

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

ક્રિએટીવ કન્સલટન્સી એજન્સી’ને ‘આયુષ્માન ભારતકાર્ડ’ની કોઈ કામગીરી સોંપવામાં આવી નથી

સુરત,શનિવાર: કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્માન ભારત યોજના અમલી છે. આ યોજનામાં ભરતીના નામે ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ખોટી અને ભ્રામક જાહેરાતો આપી ફ્રોડ કન્સલ્ટન્સી કંપનીઓ દ્વારા લોકો પાસેથી પૈસાનું ઉઘરાણું કરવામાં આવે છે. તાજેતરમાં સોશ્યલ મિડીયા, વોટ્સએપના માધ્યમથી અને અખબારોમાં ‘ક્રિએટીવ કન્સલટન્સી એજન્સી’ દ્વારા આ યોજનાની બિનઅધિકૃત અને ભ્રામક જાહેરાતો આપવામાં આવે છે, જે ખોટી છે. કેન્દ્ર કે રાજ્ય સરકારે આવી કોઈ એજન્સીને આષુયમાન ભારત કાર્ડ યોજના અર્થે કામગીરી સોંપી નથી. જેથી જાહેર જનતાએ પ્રલોભનમાં આવી કોઇ પણ જાતની નાણાકીય લેવડ-દેવડ કરવી નહિ. આ ઉપરાંત ‘ક્રિએટીવ એજન્સી’ દ્વારા લોકોને ગેરમાર્ગે દોરી ખોટા કાર્ડ બનાવવાની કામગીરી થતી હોવાનું ધ્યાને આવતાં અન્ય જિલ્લામાં આ એજન્સીની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવી છે. જેથી સુરત શહેર- જિલ્લાની જાહેર જનતાએ આ પ્રકારની લોભામણી જાહેરાતોથી સાવધ રહેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત સુરત દ્વારા જણાવાયું છે.
-૦૦૦-

Share this Article
Leave a comment