આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલે સાપુતારા ખાતે ભાજપાના પ્રદેશ કક્ષાના પ્રશિક્ષણ વર્ગમા આપી પ્રેરક હાજરી

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

(મનીષ બહાતરે : આહવા) 

અકિંચનોની સેવાના ધ્યેય સાથે છેવાડાના માનવીઓ સુધી યોજનાઓનો લાભ પહોંચાડવાની કરી અપીલ

આહવા : તા : ૧૮ : ગિરિમથક સાપુતારાના ખુશનુમા વાતાવરણમા ભારતીય જનતા પાર્ટીના ત્રિદિવસિય પ્રશિક્ષણ વર્ગમા બીજા દિવસે સવારે રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ, અને અન્ન તથા નાગરિક પુરવઠા વિભાગના મંત્રી શ્રી નરેશભાઈ પટેલે ઉપસ્થિત રહી પ્રેરક વક્તવ્ય રજુ કર્યું હતુ. રાજ્યના છેવાડે આવેલા જન સામાન્ય સુધી રાજ્ય સરકારની યોજનાઓને અસરકારક રીતે પહોંચાડી, પ્રજાકલ્યાણના પુણ્યકાર્યમા યોગદાન આપવાની હિમાયત કરતા મંત્રીશ્રીએ અકિંચનજનોના આશીર્વાદ મેળવવાની મળેલી તકને ઝડપી લેવાનુ આહ્વાન કર્યું હ9તુ. ઉલ્લેખનીય છે કે, મંત્રીશ્રીએ સાપુતારાના શિક્ષણ તાલીમ ભવન ખાતે આયોજિત ડાંગ જિલ્લાના પ્રશિક્ષણ વર્ગ ઉપરાંત હોટલ લેક વ્યુ ખાતે આયોજિત વલસાડ જિલ્લા, અને હોટલ શિલ્પી ખાતે આયોજિત નવસારી જિલ્લાના પ્રશિક્ષણ વર્ગમા પણ હાજરી આપી, ઉપયોગી માર્ગદર્શન પૂરુ પાડવા સાથે રાજ્ય સરકારની વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓની જાણકારી પૂરી પાડી, કાર્યકર્તાઓમા સવેદના પ્રગટાવી હતી.

Share this Article
Leave a comment