આહવા : તા: ૨૦:ગિરિમથક સાપુતારાના ઘાટમાર્ગમા ગતદિવસો દરમિયાન થયેલા ભારે ભૂસ્ખલન બાદ, આ માર્ગેથી મોટી બસો અને ભારે વાહનોની અવરજવર બંધ કરવામા આવી છે. તેમા સ્થાનિક સ્થિતિની સમીક્ષા બાદ થોડી છૂટછાટ મળતા હવે આજથી, પ્રવાસીઓની મિનિ બસોને સાપુતારા ખાતે પ્રવેશ આપવાનુ નક્કી થયુ છે.
જિલ્લા કલેક્ટર શ્રી ભાવિન પંડયાના જણાવ્યા અનુસાર સવારના પાંચ થી રાત્રિના દસ વાગ્યા દરમિયાન શામગહાન થી સાપુતારા તરફ જતી મિનિ ખાનગી અને સરકારી બસોને પ્રવેશવાની છૂટ અપાઈ છે. જેના કારણે પ્રવાસીઓ તથા સ્થાનિક ગ્રામજનો અને વિધ્યાર્થીઓની મુશ્કેલી હળવી થશે.
ઘાટમાર્ગેથી આવાગમનની સંપૂર્ણ સ્થિતિ સુધાર્યા બાદ ટૂંક સમયમા જ આ માર્ગેથી મોટી બસો, સહિતના ભારે વાહનોને પણ પરવાનગી અપાશે તેમ જણાવતા કલેક્ટર શ્રી ભાવિન પંડયાએ, મિનિ બસોના સંચાલકો, ડ્રાયવરોને ખૂબ જ સાવચેતી સાથે, સલામત રીતે મુસાફરો/પ્રવાસીઓને સેવા પૂરી પાડવાની અપીલ કરી છે.
–