વિપરીત સંજોગોમાં પણ ડાંગના દોડવીર મુરલી ગાવીત દ્વારા સર્જાયો ઇતિહાસ

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

ડાંગ એક્સપ્રેસ તરીકે જાણીતા આંતરરાષ્ટ્રીય દોડવીર મુરલી ગાવીતે સ્પેનમાં ૧૦ કિલોમીટરની દોડ માત્ર ૨૮.૪૨ મિનિટમાં પુરી કરી પોતાનો જ રેકોર્ડ તોડી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારત દેશનું નામ વિશ્વભરમાં રોશન કર્યું છે.

(પોલાદ ગુજરાત) તા.૧૬, સુરત : દોડવીર મુરલી ગાવીતના માતા સુરતના ભરત કેન્સર હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવા છતાં મુરલી ગામીતે વિપરીત સંજોગોમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી અને જેથી સમગ્ર ડાંગ પંથકમાં આનંદ છવાઈ ગયો હતો .

તેમની આ સિદ્ધિને બિરદાવતા ડાંગ જિલ્લાના ભાજપ પ્રભારી અને દક્ષિણ ગુજરાતના મીડિયા કન્વીનર શ્રી રાજેશભાઇ દેસાઈ દ્વારા તેમના માતાની મુલાકાત લઈ સ્થાનિક ડોકટરો , વ્યવસ્થાપકોનો સંપર્ક કરી યોગ્ય સારવારની ગોઠવણ કરી આર્થિક મદદની સાથે જરૂરી સહાય માટે લાગણી બતાવી હતી .અને આ સિદ્ધિ મેળવવા બદલ શુભેચ્છાઓ પણ પાઠવી હતી .

Share this Article
Leave a comment