પકડાયેલ રીઢા આરોપી ડીંડોલીમાં નોંધાયેલ મારામારીના ગુનામાં પણ સંડોવાયેલ છે
અલગ અલગ પોલીસ મથકોમાં ૧૯ ગુનાઓ નોંધાઈ ચૂકેલા રીઢા આરોપીને ઝડપી પાડવા ડીંડોલી પોલીસના સર્વેલન્સની ટીમને મળી સફળતા
(પોલાદ ગુજરાત) તા.૨૩, સુરત : ગત ૨૪ ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે પાંચ વાગ્યાના સુમારે આ કામના ફરિયાદીશ્રી પોતાની પત્ની સાથે વડોદરા ખાતે લગ્ન પ્રસંગે જવાનું હોય રિક્ષામાં બેસી ઉધના ત્રણ રસ્તા થી ઉધના રેલ્વે સ્ટેશન તરફ જતા હતા તે વખતે ઉધના L.I.C. બિલ્ડીંગ પાસે એક બાઈક ઉપર આવેલ અજાણ્યા ઈસમોએ રિક્ષામાં બેસેલ મહિલાનું લેડીઝ પર્સ (જેમાં સોનાનું મંગળસૂત્ર, કાનની વાળી, પેન્ડલ સહિત રૂપિયા 1,36,500ની મત્તાનું) સોનાના ઘરેણાં હતાં જે ચાલુ રિક્ષાએ ખેંચી ચીલઝડપ કરી નાસી ગયેલ, જે બાબતે ઉધના પોલીસ સ્ટેશનમાં IPC કલમ 379 A(3), 114 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ, સદર ગુનામાં અગાઉ ત્રણ આરોપીઓને પકડી પાડવામાં આવેલ તેમજ મુખ્ય આરોપી શોયેબ ઉર્ફે લાલ રહીશખાન પઠાણ રહે- ભેસ્તાન આવાસ ડીંડોલી સુરતને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ.
તેવીજ રીતે બીજા બનાવમાં ૨૨ જાન્યુઆરીના રાત્રિના અંદાજે સમય 9:30 વાગ્યાના સુમારે ભેસ્તાન આવાસમાં ફરિયાદી મહેક d/o સાજીદ હુસેન સૈયદ સાથે મારામારી કરી ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપીને આરોપી સોયબ ઉર્ફે લાલ રહીશખાન પઠાણ નાસી ગયેલ જે અંગે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં IPC 323, 504, 506(2) મુજબનો ગુનો નોંધવામાં આવેલ, ડીંડોલી પોલીસ મથકના ઇન્સ્પેક્ટર આર.જે.ચુડાસમા તથા સેકન્ડ પો.ઇન્સ. એસ.એમ.પઠાણ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સબ ઇન્સ્પેક્ટર હરપાલસિંહ મસાણી નાઓ સર્વેલન્સના પોલીસ માણસોને સાથે રાખી ભેસ્તાન આવાસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન પો.કો. કુલદીપસિંહ હેમુભા, પો.કો. મેહુલ પ્રવીણભાઈ તથા પો.કો. રણજીતસિંહ બનેસંગભા નાઓને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે ડીંડોલી તથા ઉધના પોલીસ સ્ટેશનના ઉપરોક્ત ગુનાના મુખ્ય આરોપી શોયેબ ઉર્ફે લાલ s/o રહીશખાન પઠાણ ઉવ.૨૪ ને રહે-બિલ્ડીગ નં .C/૧૫૨, રૂમ નંબર ૦૧, તથા A/૧૨૬ રૂમ નં.૧૭ ભેસ્તાન આવાસ ડીંડોલી સુરત તથા મૂળ રહે- ગામ ચોપડા તા. અમલનેર જિલ્લા- જલગાવ (મહારાષ્ટ્ર) ને ઝડપી પાડી, ઉધના તથા ડીંડોલી પોલીસ સ્ટેશનના ગુના ડીટેકટ કરવામાં ડીંડોલી સર્વેલન્સની ટીમને સફળતા મળી હતી,
પકડાયેલ રીઢા આરોપી વિરુદ્ધ અગાઉ લિંબાયતમાં ૨, પુણામાં ૬, સલાબતપુરામાં ૫, કાપોદ્રામાં ૧, ઉધનામાં ૨, અઠવાલાઇન્સ ૧, મહિધરપુરા ૧ અને ડીંડોલીમાં ૧ એમ કુલ ૧૯ ગુનાઓ નોંધાયા છે, ઉપરોક્ત કામગીરી પોલીસ ઇન્સપેક્ટર આર.જે.ચુડાસમા,
સેકન્ડ પોલીસ ઇન્સપેક્ટર એસ.એમ.પઠાણના માર્ગદર્શન હેઠળ
પીએસઆઇ હરપાલસિંહ મસાણી તેમજ
પો.કો. કુલદીપસિંહ હેમુભા, પો.કો. રણજીતસિંહ બનેસંગભા,
પો.કો. મેહુલ પ્રવીણભાઈ,
હે.કો. મિલિન્દ તુકારામ,
હે.કો. ભરત કોદરભાઈ,
હે.કો. અરૂણભાઇ આનંદ રાવ,
હે.કો. કિરીટ હરિભાઈ અને એલ.આર. ક્રિપાલસિંહ પ્રતાપસિંહ મળીને કરી હતી,