સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક-૧૭૪માં આનંદમેળો યોજાયો

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

(પોલાદ ગુજરાત) તા.૧૩,સુરત : સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શ્રી કૃષ્ણલાલ શ્રી ધરાણી પ્રાથમિક શાળા ક્રમાંક-૧૭૪માં આજે ૧૩ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઘરેથી અનેક વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી લાવ્યા હતા. અને શાળામાં પોતપોતાના સ્ટોલ લગાવ્યા હતા. બાળકોએ જાતે જ તેનું વેચાણ કર્યું હતું. બાળકોએ પોતે બનાવેલ વાનગીના ખર્ચનો તથા વાનગીના વેચાણ બાદ મળેલી રકમનો હિસાબ કરે, અને એના આધારે નફા-ખોટની ગણતરી કરે એ મુખ્ય હેતુ આ પ્રવૃત્તિ દ્વારા શાળામાં સિદ્ધ કરવામાં આવ્યું હતું. આનંદ મેળામાં વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભાગ લીઇ બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. શાળાના મુખ્ય શિક્ષકએ ભાગ લીધેલા બાળકોને, ઉપસ્થિત વાલીઓને અને આયોજન તથા માર્ગદર્શન આપનાર શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.

Share this Article
Leave a comment