રાજપીપળાની બેંક ઓફ બરોડા વિરુદ્ધ રિઝર્વ બેંક મા ફરિયાદ કરાઈ

adminpoladgujarat
adminpoladgujarat
2 Min Read

રાજપીપળાની બેંક ઓફ બરોડા વિરુદ્ધ રિઝર્વ બેંક મા ફરિયાદ કરાઈ

કર્મચારીઓ દ્વારા ખાતેદારો સાથે ઉદ્ધતાઈ કરવા માટે પંકાયેલી બેંક ઓફ બરોડા શાખા ને પદાર્થપાઠ ભણાવવા ખાતેદાર અને પત્રકાર ઈકરામ મલકે રિઝર્વ બેન્કના બારણા ખખડાવ્યા

(સાજીદ સૈયદ : રાજપીપળા)

પ્રાપ્ત વિગતો અનુસાર રાજપીપળાના ઈકરામ મલેક બેંક ઓફ બરોડા શાખા છેલ્લા 25 વર્ષ થી જોઈન્ટ એકાઉન્ટ ધરાવે છે, કોઈક કારણોસર તેઓ એ સદર એકાઉન્ટ માંથી તેઓની માતાનું નામ યથાવત રાખી પોતાનું નામ કમી કરવા માટે બેંક ઓફ બરોડા મા વિધિવત એપ્લિકેશન આપવા જતા બેંક તરફથી સ્ટાફ ઓછો હોવાનું કારણ આપી અરજી સ્વીકારવાનો ઇન્કાર કરી 6 દિવસ બાદ આવવા કહ્યું હતું.

ત્યાર બાદ તેઓની અરજી સ્વીકારી બાદમાં ઊંધું મારી તેમની માતાનું નામ કમી કરી દેવાયું છે. નિયમ પ્રમાણે ખાતામા જેનું પ્રથમ નામ હોય તે ક્યારેય રિમુવ કરી શકાય નહી, તેથી આ મામલે તેઓ એ બેંકના મેનેજર ને જાણ કરતા પ્રથમ તો તેઓ એ આવું થાય જ નહીં તેમ કહી પોતાની ભૂલ સ્વીકારવાનું ઇન્કાર કરી દીધું હતું, બાદ મા ટેક્નિકલ ભૂલ થઈ હોવાનું કબુલ્યું હતું.

ત્યારે હવે તમે તમારી માતાનું નવું ખાતું ખોલાવી લો એમ બેંક મેનેજર તરફ થી કહેતા ખાતેદાર ઈકરામ મલેક તેમ કરવા પણ રાજી થયા તેમ છતાં નવું ખાતું ખુલી રહ્યું ન હતું અને વારંવાર બેંક મા ધક્કા ખાવા પડતા હોઈ ત્રાસીને તેમણે આ મુદ્દે મેનેજર ને ઉગ્ર રજુઆત કરતા કહ્યું કે એક નજીવા કામ માટે એક મહિના થી ધક્કા ખાઈ રહ્યા છે, તેમ છતાં તેમનું કામ કેમ નથી થઈ રહ્યું?? ત્યારે એ સમયે બેંક ના અન્ય કર્મચારીઓ ભેગા થઈ ગયા હતા અને “રવિ યાદવ અને પાંડે” નામ ના બે કર્મચારીઓ એ ઈકરામ મલેક સાથે ઉદ્ધતાઈ કરતા કહ્યું કે એક મહિનો તો શું? 6 મહિના પણ થાય આને બહાર કાઢો આમ કહી ખાતેદાર સાથે તોછડાઈ ભર્યું વર્તન કરતા ઈકરામ મલકે આ મામલે રિઝર્વ બેંક ઓફ ઈંડિયા ને ઓનલાઇન ફરિયાદ કરી જવાબદાર કર્મચારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Share this Article
Leave a comment