પલસાણા ખાતે નેહરૂ યુવા કેન્દ્ર -સુરત દ્વારા હિન્દી દિવસ નિમિત્તે ‘હિન્દી ઉત્સવ’ યોજાયો

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read
  • સુરતઃમંગળવારઃ ભારતમાં હિન્દીભાષાને પ્રોત્સાહન આપવા હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે હિન્દી પખવાડિયા અંતર્ગત નેહરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા પલસાણા ખાતે હિન્દી ઉત્સવ યોજાયો હતો. દ્વારા હિન્દી ઉત્સવ યોજાયો હતો.
    જિલ્લા યુવા અધિકારી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં હિન્દી ભાષા સાહિત્ય, ઈતિહાસ, હિન્દી ભાષાને આગળ વધારનાર મહાન વ્યક્તિઓના જીવનચરિત્ર, હિન્દી પ્રત્યેના સમર્પણ વિશે લોકોને માહિતગાર કરાયા હતા. હિન્દી વિષય ઉપર આયોજિત વક્તૃત્વ સ્પર્ધામાં યુવાઓ-વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. જેમાં વિજેતાઓને કેન્દ્ર સરકારના પ્રમાણપત્ર અને મેડલ આપીને સમ્માનિત કરાયા હતા.
    આ પ્રસંગે તાલુકા એન.વાય.બી.સત્યેન્દ્ર યાદવ કડોદરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. સરવૈયા, આર. કે.વિદ્યાલયના સહસંસ્થાપક સંજય વર્મા, સંસ્થાપક રાજીવ શર્મા, બ્રિલિયન્ટ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટના ડો. સંજય જોશી, ઈન્ટરનશનલ કોલેજ પ્રધાનાચાર્ય એસ.ડી.જે. ઉપસ્થિત રહ્યા હતાં.
    -૦૦-
Share this Article
Leave a comment