ગુજરાત ગેસ કંપની અને ઇલેકટ્રીસિટી કંપનીના અધિકારી/કર્મચારીની ઓળખ આપી છેતરપીંડીના ગુનાઓ આચરનાર કુખ્યાત અને રીઢા ગુનેગાર કીશોર વાળંદ ઝડપાયો

adminpoladgujarat
adminpoladgujarat
2 Min Read

(પોલાદ ગુજરાત) તા.૧૪,
સુરત :
ભુતકાળમાં ગુજરાત ગેસ કંપની અને ઇલેકટ્રીકસીટીના અધિકારી અને કર્મચારીનો સ્વાંગ રચી નવા બંધાતા મકાનના માલીકો પાસે જઇ ગેસ લાઇન અને ઇલેકટ્રીક મીટરના બહાને રોકડ મેળવી લઇ છેતરપીંડીના ગુનાઓ બનવા પામેલ હોય જે ગુનાઓના ભેદ ઉકેલવા સારૂ મળેલ સુચના અન્વયે નાયબ પોલીસ કમિશ્નર ક્રાઇમ તથા મદદનીશ પોલીસ કમિશ્નર, ક્રાઇમ બ્રાંચ, સુરત શહેર નાઓના માર્ગદર્શન હેઠળ અને પો.ઇન્સ. ડી.સી.બી. પો.સ્ટે. નાઓની રાહબરી હેઠળ ડી.સી.બી. પો.સ્ટે.ના પો.સ.ઇ.તાબાના પોલીસ માણસોએ પ્રયત્ન હાથ ધરેલ હતા.
દરમ્યાન ક્રાઇમબ્રાંચની એક ટીમને આધારભુત હકીકત મળેલ કે, આ પ્રકારના ગુનાઓ આચરવાની ટેવ વાળો કીશોર વાળંદ નામનો ઇસમ અમદાવાદ, પાલડી વિસ્તારમાં ક્યાંક રહે છે. જે હકીકત આધારે ક્રાઇમ બ્રાંચની ટીમ અમદાવાદ, પાલડી ખાતે જઇ ગુપ્ત રાહે મજકુર ઇસમની તપાસ હાથ ધરી આરોપી કિશોર રમેશભાઇ રાઠોડ, જાતે વાળંદ, ઉ.વ.૫૪, રહે,હાલ રખડતો, મુળ રહે, રૂમ નંબર-૨૭૩૪, અર્બન કવાટ્ર્સ, ભરતનગર, બાર નંબર બસ સ્ટેન્ડ પાસે, ભાવનગર વાળાને ઝડપી લઇ ક્રાઇમબ્રાંચ ખાતે લઇ આવી કુનેહપુર્વક અને આગવી ઢબે પુછપરછ હાથ ધરતા મજકુરે સને-૨૦૨૧ની સાલમાં અમરોલી, જય ભવાની સોસાયટીમાં બંધાતા નવા મકાન ઉપર જઇ ગેસ લાઇનના બહાને રૂ!.૫૦,૦૦૦/- છેતરપીંડી કરી મેળવી લીધેલ અને તેના સાગરીત રોહીત જરવલીયા રહે, મંગળપરા ગામ,તા-લાઠી જી-અમરેલી વાળા સાથે ઉમરા પો.સ્ટે. હદ વિસ્તાર માંથી ગુજરાત ગેસ કંપનીના અધિકારી બની રૂ!.૨૫,૦૦૦/- ની ઠગાઇ કરેલ હોવાની કબુલાત કરતા વણ શોધાયેલ ઉમરા અને અમરોલી પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલી કાઢી
મજકુર આરોપી સને-૨૦૧૨ની સાલથી ગુનાખોરીના રવાડે ચડી ગયેલ હોય અને આ જ પ્રકારની એમ.ઓ. દ્વારા સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગર, વેરાવળ, રાજકોટ શહેરમાં ત્રીસથી વધુ ગુનાઓ આચરેલ હોવાની કબુલાત કરેલ છે. આ રીતે આરોપી દ્વારા ભોગ બનનાર ફરીયાદીઓએ ક્રાઇમબ્રાંચ, સુરત શહેરનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.
પકડાયેલ આરોપી કીશોર રમેશભાઇ રાઠોડનો પુર્વ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે,

Share this Article
Leave a comment