(અશોક મુંજાણી : સુરત)
<> ગોલ્ડી સોલાર અને L&T પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સૌર ઉદ્યોગ કુશળ કાર્યબળ પૂરું પાડવાના તેમના સામાન્ય ઉદ્દેશ્ય માટે એકત્ર થશે..
<> સોલાર ઉદ્યોગમાં હાલની અછતને પરિપૂર્ણ કરવા માટે વિશેષ અભ્યાસક્રમ તૈયાર કરાયો અને ગોલ્ડી સોલાર કુશળતા વચ્ચેનું અંતર દૂર કરવા અને તેમને ઉદ્યોગ તૈયાર કરવા માટે ઊભરતી ટેકનોલોજીઓ પર અનિલ નાઈક ટેક્નિકલ ટ્રેનિંગ સેન્ટર (ANTTC)ના વિદ્યાર્થીઓને વીકએન્ડ વર્કશોપ અને ઓન-ફ્લોર તાલીમ પૂરી પાડશે.
સુરત, 6મી ફેબ્રુઆરી, 2023: ભારતની સૌથી ગુણવત્તા સતર્ક સોલાર બ્રાન્ડ ગોલ્ડી સોલાર દ્વારા કુશળતા વિકાસ કાર્યક્રમ માટે L&T પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાણની ઘોષણા કરવામાં આવી છે. બંને સંસ્થાઓએ સોલાર પીવી ઉત્પાદનને વિશિષ્ટ ઝડપી કુશળતા વિકાસ કાર્યક્રમ માટે અભ્યાસક્રમ નિર્માણ કરવા 1લી ફેબ્રુઆરીના રોજ સમજૂતી કરાર (MoU) પર સહીસિક્કા કર્યા હતા. આ અનોખી પહેલ તાલીમબદ્ધ અને પ્રમાણિત કાર્યબળમાં ઉદ્યોગનું અંતર ભરી કાઢવા માટે છે. બંને સંસ્થાઓ એકત્ર મળીને એવું માને છે કે નિકટવર્તી સહયોગથી સ્થાનિક સમુદાયને તેમની કુશળતા અને રોજગારક્ષમતા બહેતર બનાવવામાં લાભ થશે.
આ અવસરે બોલતાં ગોલ્ડી સોલારના સ્થાપક અને મેનેજિંગ ડાયરેક્ટર કેપ્ટન ઈશ્વર ધોળકીયા એ જણાવ્યું હતું કે, “એકત્ર મળીને આ સંસ્થાઓ સૌર ઉત્પાદન કુશળ કાર્યબળ વધારશે અને રોજગારક્ષમતા અનેકગણી બહેતર બનાવશે. ઉદ્યોગ મેક ઈન ઈન્ડિયાના ધ્યેયને પરિપૂર્ણ કરવાના મિશન સાથે તેજ ગતિથી આગળ વધી રહ્યો છે. આને કારણે કુશળ અને ઉદ્યોગ તૈયાર કાર્યબળને પોષીને નવીનીકરણક્ષમ ઊર્જા સાથે ઊર્જા સ્વતંત્ર બનવાના તેના લક્ષ્યની નજીક રાષ્ટ્રને લાવશે.”
તાલીમ કાર્યક્રમની ઘોષણા કરતાં L&T પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી કે રામકૃષ્ણને જણાવ્યું હતું કે, “આ જોડાણ યુવા પેઢીને કુશળતા તાલીમ આપવા અને સોલાર ક્ષેત્રમાં આગામી તકો માટે તેમને તૈયાર કરવા અમને મદદરૂપ થશે. કાર્યક્રમ વિદ્યાર્થીઓને થિયરી અને પ્રેક્ટિકલ ઔદ્યોગિક તાલીમ અને અનુભવ પૂરા પાડીને વ્યવસાયીથી વ્યાવસાયિક કાર્ય સંસ્કૃતિ સુધી આસાનીથી પરિવર્તિત થવા માટે સુસજ્જ કરશે. અમે અત્યાધુનિક સુવિધા વિકસાવી છે અને ઉદ્યોગ અનુકૂળ અભ્યાસક્રમ વિકસાવ્યો છે. સમર્પિત ફેકલ્ટી ટીમ સઘન કાર્યક્રમ શીખવશે, જે પછી ગોલ્ડી સોલાર ખાતે ઓન-ધ-ફ્લોર તાલીમ અપાશે. ”
આ પહેલ વિશે બોલતાં ગોલ્ડી સોલારના સહ- સ્થાપક અને ડાયરેક્ટર શ્રી ભરત ભુત એ જણાવ્યું હતું કે, “કુશળ શ્રમિકો શોધવાનું મુશ્કેલ છે, જેથી આર્થિક વૃદ્ધિમાં મોટો અવરોધ પેદા થાય છે. આથી આ પહેલનો હેતુ અજોડ અભ્યાસક્રમ અનિલ નાઈક ટેક્નિકલ ટ્રેનિંગ સેન્ટર (ANTTC) ખાતે વિકસિત અને પ્રદાન કરાશે, જ્યારે પ્રેક્ટિકલ પાસાં ગોલ્ડી સોલાર નવસારી ખાતે હાથ ધરાશે. આને કારણે સોલાર ક્ષેત્રમાં કામ કરતી કંપનીઓને પ્રથમ દિવસથી જ કુશળ અને તાલીમબદ્ધ તૈયાર કાર્યબળ મળી રહેશે. ”
ગોલ્ડી સોલાર તળિયાના સ્તરે નોકરીઓ નિર્માણ કરવા માગે છે. કુશળ વિકાસ કાર્યક્રમ નાણાકીય વર્ષ 2025 સુધી વિવિધ કામગીરીઓમાં 5000થી વધુ લોકોને ભરી કરવાના કંપનીના ધ્યેયમાં મદદરૂપ થશે.
ગોલ્ડી સોલાર વિશે
ગોલ્ડી સોલાર એ અગ્રણી ભારતીય સોલાર બ્રાન્ડ્સમાંની એક બ્રાન્ડ્ છે. કંપની સોલાર પેનલ્સનું ઉત્પાદન કરે છે, EPC સેવાઓ પૂરી પાડે છે અને સ્વતંત્ર પાવર પ્રોડ્યુસર (IPP) પણ છે. 2011માં સ્થપાયેલ, તે એક MNC છે જેનું મુખ્ય મથક સુરત, ગુજરાતમાં આવેલ છે જે 20+ દેશોમાં અનેક આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્ને સોલાર પેનલ્સ પૂરી પાડે છે. અમારી પાસે ગુજરાતના સુરતમાં પીપોદરા અને નવસારીમાં કુલ 2.5GW ની બે ઉત્પાદન સુવિધાઓ છે. M10 ટેક્નોલોજી અને 560Wp પાવર સાથે અમારી નવીનતમ મોડ્યુલ શ્રેણી HELOC̣ Pro છે. કંપની ALMM (મોડેલ્સ અને ઉત્પાદકોની મંજૂર સૂચિ) હેઠળ લિસ્ટેડ છે અને BIS (બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ) પ્રમાણપત્ર પણ ધરાવે છે.