(તસ્વીર અને અહેવાલ : અશોક મુંજાણી)
તા.9,સુરત :
ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે ગુજરાતી માધ્યમ ધો-8, 9 અને 11 નાં બાળકોનો સ્પોર્ટ્સ ડે-2023 ની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ રમત-ગમત ક્ષેત્રે રસ લેતા થાય અને નેશનલ તથા ઈન્ટરનેશનલ સુધી બાળકો પોતાનું અને શાળા તથા સમાજનું નામ ઉજ્જવળ બનાવે તે હેતુથી તથા બાળકોમાં સ્વયં શિસ્ત અને વિવિધ ગુણોનો વિકાસ થાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે નેશનલ વિનર અને અખંડ-આનંદ કોમર્સ કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવતા પ્રો. કિરીટસિંહ વાસદીયા સાહેબ અને
ગુજરાત જીમ્નાસ્ટીક એસોસીએશનનાં મંત્રી તરીકે ફરજ બજાવી રહેલા શ્રી રણજીતભાઈ વસાવા સાહેબ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતાં. આ કાર્યક્રમમમાં શાળાનાં વિદ્યાર્થીઓ ધ્વારા પરેડ તથા નેશનલ રમી ચૂકેલા વિદ્યાર્થીઓ ધ્વારા મશાલ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો ત્યારબાદ શાળાનાં બાળકો 100 મીટર દોડ, 200 મીટર દોડ, 500 મીટર દોડ તથા 1500 મીટર દોડ અને વિધ્ન દોડ તથા
લાંબીકૂદ, ઊંચીકૂદ, ચક્રફેંક, ગોળાફેંક જેવી વિવિધ રમતો રમી મેદાનમાં વિદ્યાર્થીઓએ પોતાની આવડત બતાવી હતી જેમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓનું સર્ટીફીકેટ ધ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમની સફળતા બદલ શાળાનાં ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરા અને શાળાનાં આચાર્ય શ્રી ડૉ.ભાવેશભાઈ ઘેલાણીએ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યાં હતાં.