સુરત ખાતે નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા ‘જિલ્લા સ્તરીય યુવા મહોત્સવ’ યોજાશે

adminpoladgujarat
adminpoladgujarat
2 Min Read

ચિત્રકલા સ્પર્ધા, કવિતા લેખન સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, ફોટોગ્રાફી સ્પર્ધા, યુવા સંવાદ તથા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેવાની તક

વિવિધ સ્પર્ધાઓમાં ૧૫ થી ૨૯ વયના ભાઈઓ-બહેનો ભાગ લઈ શકશે: તા.૨૯મી સપ્ટે. સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવું

સુરત:શુક્રવાર: ભારત સરકારના યુવા અને રમત ગમત મંત્રાલય હેઠળના નહેરૂ યુવા કેન્દ્ર- સુરત દ્વારા ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત મેગા ‘જિલ્લા સ્તરીય યુવા મહોત્સવ’ યોજાશે. જેમાં ચિત્રકલા સ્પર્ધા, કવિતા લેખન સ્ર્ધા, વકતૃત્વ સ્પર્ધા, ફોટોગ્રાફી સ્પર્ધા, યુવા સંવાદ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. સ્પર્ધાઓમાં ભાગ લેવા ૧૫ થી ૨૯ વયના ભાઈઓ-બહેનો ભાગ લઈ શકશે અને તા.૨૯મી સપ્ટે. સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે.
નહેરૂ યુવા કેન્દ્ર-સુરતના જિલ્લા યુવા અધિકારી સચિન શર્માએ જણાવ્યું છે કે, મેગા યુવા મહોત્સવમાં યોજાનાર સ્પર્ધા ચિત્રકલા, ફોટોગ્રાફી તેમજ કવિતા લેખનના સ્પર્ધામાં પ્રથમ ક્રમના વિજેતાને રૂ.૧૦૦૦ દ્વિતીય ક્રમે ૭૫૦ અને તૃતીય ક્રમે આવનાર સ્પર્ધકોને રૂ.૫૦૦ રોકડ પુરસ્કાર આપવામાં આવશે. જ્યારે વકતૃત્વ સ્પર્ધાના પ્રથમ ત્રણ વિજેતાઓને અનુક્રમે રૂ.૫૦૦૦, ૨૦૦૦ અને ૧૦૦૦ પુરસ્કાર તેમજ સાંસ્કૃતિક સમૂહ સ્પર્ધાના પ્રથમ ત્રણ વિજેતાઓને અનુક્રમે રૂ.૫૦૦૦, ૨૫૦૦ અને ૧૨૫૦ પુરસ્કાર અને યુવા સંવાદમાં શ્રેષ્ઠ ૪ સંવાદ કરનારને દરેકને રૂ.૧૫૦૦ રોકડ પુરસ્કાર તેમજ પ્રત્યેક સ્પર્ધકોને પ્રમાણપત્ર અપાશે.
સ્પર્ધકોએ સુરત જિલ્લાના નિવાસી હોવાનો પુરાવો રજૂ કરવો જરૂરી છે. સ્પર્ધાના દિવસે દરેક સ્પર્ધકોએ આધાર કાર્ડ તેમજ ભરેલું ફોર્મ સાથે લઈ આવવું ફરજિયાત છે. વિજેતાઓ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ભાગ લેવા જશે. વધુ માહિતી માટે અરજદારો NYK ના પ્રતિનિધિ(મો. 9727566007 તથા 8527983524 ઉપર સંપર્ક કરવો. ઓનલાઇન ફોર્મની લિંક NYK-સુરતના ટ્વીટર હેન્ડલ પર ઉપલબ્ધ છે. તેમજ ઉપરોક્ત નંબર પર સંપર્ક કરવાથી ફોર્મ મોકલી આપવામાં આવશે એમ NYK-સુરતની યાદીમાં જણાવાયું છે.
-૦૦-

Share this Article
Leave a comment