નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણી પ્રાથમિક શાળા ક્રમાંક-૧૭૪ ખાતે આન-બાન-શાન સાથે ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઇ

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

 

(પોલાદ ગુજરાત : વિશ્વ પટેલ) તા.૧૫ ઓગસ્ટ, સુરત : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણી પ્રાથમિક શાળા ક્રમાંક-174, ફુલપાડા સુરતમાં 15મી ઑગસ્ટ- સ્વાતંત્ર્ય પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવી. ફુલપાડા વિસ્તારના કોર્પોરેટર શ્રી નિરાલીબેન પટેલ ના વરદ હસ્તે ધ્વજવંદન વિધિ કરવામાં આવી હતી. 78 માં સ્વાતંત્ર પર્વ ની ઉજવણી પ્રસંગે

 

કોર્પોરેટર શ્રી નિરાલીબેન પટેલની સાથે કોર્પોરેટશ્રી અશોકભાઈ ધામી, માજી કોર્પોરેટર શ્રી નવીનભાઈ વાઘેલા, અમૂલ્ય ગુજરાત અખબારના તંત્રીશ્રી મહેશભાઈ પટેલ, ફૂલપાડા વિસ્તારના અગ્રણી આગેવાનોમાં ભગુભાઈ પટેલ, સંગીતાબેન પટેલ, કલ્યાણીબેન રાવલ, રમણભાઈ પટેલ, કલ્પેશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

 

આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ અને તેમના વાલીશ્રીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શાળાના બાળકોએ દેશભક્તિ ગીત ઉપર ડાન્સ પર્ફોર્મન્સ રજૂ કર્યા હતા તથા સ્વાતંત્ર્ય સેનાનીઓના એકપાત્રીય અભિનય અને વક્તવ્ય રજૂ કર્યા હતા. શાળાના શિક્ષકોએ બાળકોને આ માટે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું અને બાળકોને મંચ ઉપર પોતાના કૌશલ્યને રજૂ કરવાની સુંદર તક આપી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ વાલી મીટીંગ કરવામાં આવી હતી જેમાં શાળાના આચાર્યશ્રીએ શાળાની સુવિધાઓ, બાળકોના શિક્ષણ અને સરકારશ્રી દ્વારા મળતી વિવિધ સાધન-સુવિધાઓની વાત કરી હતી તથા ઉપસ્થિત વાલીઓ આભાર પ્રગટ કર્યો હતો.

 

Share this Article
Leave a comment