નેશનલ ગેમ્સ પૂર્વેનો કાર્નિવલ સફળ રહ્યો , ત્રણ દિવસ આનંદ ઉત્સવ નો માહોલ

adminpoladgujarat
adminpoladgujarat
3 Min Read

કોમનવેલ્થ ના અને આંતરરાષ્ટ્રીય ખેલાડી ઓ એ પણ કાર્નિવલ ની મુલાકાત લઈ ઉત્સવ માં જોડાયા

મંત્રી શ્રી હર્ષ સંઘવી અને ઉચ્ચ અધિકારીઓ લખોટી , ભમરડો, વગરે ગામઠી રમતો રમી આકર્ષણ નું કેન્દ્ર બન્યા…..

સુરત: સોમવાર: કેન્દ્ર સરકાર અને રાજય સરકારના સંયુકત ઉપક્રમે તા.૨૯ સપ્ટેમ્બર થી તા.૧૨ ઓકટોમ્બર ૨૦૨૨ દરમ્યાન ૩૬મી નેશનલ ગેમ્સ, ગુજરાત-૨૦૨૨નું આયોજન કરવામાં આવેલ છે. ગુજરાત રાજ્યના કુલ ૬ શહેરોમાં ૩૬ રમતોનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. સુરત શહેરમાં ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ટેબલ ટેનીસ અને બેડમીન્ટનની ગેઈમ્સ તથા ડુમસ બીચ ખાતે બીચ હેન્ડ બોલ અને બીચ વોલીબોલનું આયોજન કરવામાં આવેલ છે.

આ ૩૬ મી નેશનલ ગેઈમ્સ, ગુજરાત ૨૦૨૨ સંદર્ભે શહેરીજનો માહિતગાર થાય તથા રમતગમતની પ્રવૃતિને વેગવંતુ બનાવવા સુરત મહાનગરપાલિકા ધ્વારા તા. ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૨ થી ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૨ દરમ્યાન કેનાલ પાથવે, અણુવ્રત ધાર થી વી.આઈ.પી જંકશન ખાતે સ્પોર્ટસ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું
શહેરી જનો આ સ્પોર્ટસ કાર્નિવલમાં જોડાયા તથા દબદબાભેર ભવ્યાતિભવ્ય આ સ્પોર્ટસ કાર્નિવલનો શુંભારંભ મંત્રી રમત ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ મહેસુલ અને ગૃહ (રાજ્ય કક્ષા) શ્રી હર્ષ સંઘવીના વરહસ્તે કરવામાં આવ્યો . આ સ્પોર્ટસ કાર્નિવલમાં સુરત મહાનગરપાલિકાના વિવિધ વિભાગના સ્ટોલ અને સૌથી મોટો ફુંડ સ્ટોલ સાથે સાથે સુરત શહેર પોલીસ ધ્વારા સાયબર ક્રાઈમ, SHE TEAM નીકામગીરી તથા ટ્રાફિક પોલીસ અને હથિયાર પ્રદર્શન અને બાળકો, વિધાર્થીઓ ગામઠી રમતોનું પણ અનેક આકર્ષણ જમાવ્યું હતું.આ પ્રસંગે કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ ૩૬મી નેશનલ ગેઈમ્સ ગુજરાતમાં લાવવા બદલ ગૃહમંત્રી (રા.કા.) શ્રી હર્ષ સંઘવીનો હૃદય પૂર્વક આભાર માન્યો હતો. ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવી એ પણ લખોટી દાવ ખેલી ને પોતાના બાળપણ ને તાજુ કર્યું હતું.

વધુમાં આ સુંદર વાતાવરણમાં સુરત શહેરમાં કેનાલ પાથ-વેમાં પ્રથમ વખતે રંગારંગ કાર્યક્રમ અને ફુડ સ્ટોલ સાથે કાર્નિવલનો શુંભઆરંભ કરવામાં આવેલ છે. છેલ્લા સાત વર્ષથી યોજાયેલ ન હોય એવી નેશનલ ગેઈમ્સનું આયોજન ગુજરાત રાજયએ કર્યું છે. આ નેશનલ ગેઈમ્સમાં ૩૬ રાજયોના રમતવીરો ઉમળકાભેર આ નેશનલ ગેઈમ્સમાં વિવિધ ૩૬ રમતો રમશે.
આ સ્પોર્ટસ કાર્નિવલમાં ગામઠી રમતો ઉપરાંત અત્યાર સુધીનો સૌથી લાંબાગાળાના ફૂડ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવેલ છે. રાષ્ટ્રીય રમતોના પ્રચાર પ્રસાર અંગેના કાર્યક્રમમાં તા.૧૮ અને ૧૯ સપ્ટેમ્બર દરમ્યાન દરરોજ અંદાજે ૫૦,૦૦૦ થી વધુ શહેરીજનો ને ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. વિષેશ જેમાં એથ્લેટ શ્રીજા અકુલા – હૈદરાબાદ, પ્રાપ્તી સેન – કલકત્તા, સ્નેહીત સુરાવાજીલા – હૈદરાબાદ એ કાર્નિવલમાં હાજરી આપી અને ટ્રાયબલ ડાંસમાં પણ ભાગીદારી કરી હતી.
વધુમાં ફુડ ફેસ્ટિવલનું આયોજન નવરાત્રી સુધી ચાલુ રાખવામાં આવશે.
અંહી એકત્ર થયેલ યુવક યુવતીઓ એ પણ સંગીત ના માહોલ માં ડાન્સ , ગરબા ની રમઝટ બોલાવી હતી…..
સાયકલીંગ અને સ્કેટીંગ રેલીનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં સાયકલીંગમાં ૧૦૧૯ તથા સ્કેટીંગમાં અંદાજે ૪૦૦ થી વધુ સ્પર્ધકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ હતો.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી વિવેકભાઈ પટેલ, ડે.મેયર શ્રી દિનેશભાઈ જોધાણી, સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશભાઈ પટેલ, દંડક શ્રી વિનોદભાઈ પટેલ, શ્રી વી.એન.શાહ, સી.ઈ.ઓ, સુડા, પુનિતભાઈ નૈયર અન્ય અધિકારીશ્રીઓ, વિવિધ સમિતના અધ્યક્ષશ્રીઓ, મ્ય, સદસ્યશ્રીઓ, મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

Share this Article
Leave a comment