ભારત સેવાશ્રમ સંઘ સંચાલિત ગુરુકુળ વિદ્યાપીઠ કુમાર વિદ્યાલય ખાતે ૧૪ મી ફેબ્રુઆરી માતૃ પિતૃ પૂજન દિવસ ઉજવવામાં આવ્યો

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

(અશોક મુંજાણી : સુરત)

દર વર્ષની જેમ આ વર્ષે પણ પરમ પૂજય સ્વામી અંબરીશાનંદજીના સાનિધ્યમાં વેદાંત સેવા સમિતિ દ્વા૨ા આ કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ઊજવવામાં આવ્યો. આજે જયારે આપણાં દેશમાં પશ્ચિમી સંસ્કૃતિની અસર વર્તાતી દેખાય છે. ત્યા૨ે આવા કાર્યક્રમો દ્વારા બાળકમાં ઋષિ મૂનિઓએ ઊભી કરેલી વૈદિક પરંપરા નું મૂલ્ય સમજાય અને સાચા અર્થમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે તેમને પ્રેમ વધે.

માતૃ– પિતૃ પૂજન દ્વારા તેમનામાં સંસ્કારો ઊભા થાય. અને સારા ખને સાચા નાગરિક બનવાની પ્રે૨ણા મળે અને એક આર્દશ પૂત્રનાં લક્ષણો એમનામાં ઊભા થાય.

સમગ્ર કાર્યક્રમમાં સંસ્થાના સંચાલક શ્રી સ્વામી અંબરીશાનંદજી તથા આચાર્ય શ્રી મહેશભાઈ પટેલ તેમજ શાળાના તમામ શિક્ષકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Share this Article
Leave a comment