અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે રામકુંડના મહંત ૧૦૦૮ ગંગાદાસ બાપુ દ્વારા પાંચ કારસેવકો નું સન્માન કરાયું

adminpoladgujarat
adminpoladgujarat
2 Min Read

(વિશ્ર્વા પટેલ : પોલાદ ગુજરાત) ૧૯૯૨માં અંકલેશ્વર શહેર અને તાલુકા માંથી ૨૬ કારસેવકોએ કારસેવા
માં ભાગ લીધો હતો .અને તેઓ એ ભારે યાતના
ભોગવી બાબરી મસ્જિદ નો ઢાંચો તોડ્યા બાદ
પગથિયાં બનાવી તેના પર ગુલાબી કપડાં ની આડસ
ઉભી કરી રામલલ્લા ની સ્થાપના કરી હતી ત્યારે
ઢાંચો તોડવાના સાક્ષી બનેલા કારસેવકોએ ગર્વ
અનુભવ્યો હતો

આગામી ૨૨ મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં
જ્યાં ભગવાન રામ ૫૦૦ વર્ષ બાદ નિજ મંદિરમાં
પુનઃ સ્થાપિત થશે. ત્યારે સમગ્ર દેશ માં ઉત્સવ
જોવા જેવો માહોલ સાથે દીપોત્સવ થકી દિવાળી
ઉજવાશે. ત્યારે ૩૨ વર્ષ પૂર્વે વિવાદિત મસ્જિદનો
ઢાંચો તોડવા માટે દેશભરમાંથી લાખો કારસેવકો પહોંચ્યા હતા. આ કાર સેવામાં અંકલેશ્વર શહેર અને તાલુકા માંથી ૨૬ જેટલા કારસેવકો અયોધ્યા ગયા હતા. ત્યારે અચાનક ટ્રેનો બંધ કરી દેવામાં આવતા ૨૧ કિલોમીટર ચાલી ને પણ વિવાદિત ઢાંચા સુધી પહોંચી ઢાંચો દૂર કરવામાં ભાગ લેનાર અંકલેશ્વરના કાર સેવકોનું રામકુંડ મંદિર ખાતે મંદિરના મહંત શ્રી ૧૦૦૮ ગંગાદાસ બાપુ દ્વારા પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના પાવન અવસરે

કારસેવક હરેશ પુષ્કર્ણા, હિતેશ મહેતા, કનુભાઈ
પટેલ, રાજેશભાઈ સુરતી, અને મનોજ ભાઈ મિસ્ત્રી
નું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું
ગંગાદાસ બાપુ દ્વારા આ ૨૬ કારસેવકો પૈકી હાલ
૫ જેટલા કારસેવકો જે અહીં વસવાટ કરી રહ્યા છે
તેમનું સન્માન કર્યું હતું. ૩૨ વર્ષ પછી જે સોગંધ
લીધા હતા તે “સોગંધ રામ કી ખાતે હે હમ મંદિર
વહી બનાયેંગે ” તે સોગંધ પૂર્ણ થતા રામ મંદિરની
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. તેમાં પણ
ભાગ લેવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

Share this Article
Leave a comment