‘વિશ્વાસ થી વિકાસ’ યાત્રાના અવસરે અને વડાપ્રધાનશ્રીના જન્મ દિવસ
જનમાનસના વિશ્વાસ તરફ એક દ્રષ્ટિપાત
–
હેપ્પી બર્થ ડે, પી.એમ.સર !
(અહેવાલ ; મનોજ ખેંગાર)
આહવા: તા: ૧૬ : તા. ૧૭મી સપ્ટેમ્બરે ડાંગ જિલ્લામા યોજનારા ‘વિશ્વાસ થી વિકાસ’ યાત્રાના મહિલા સશકિતકરણના કાર્યક્રમ દરમિયાન જિલ્લામા કાર્યરત સ્વસહાય જુથો પૈકી ૩૦૦ જુથોની રૂ. ૪૫૦ લાખની લોન મંજુર કરવા સાથે, ૪૨ જુથોને રૂ! ૧૨.૬૦ લાખનુ રીબોલ્વિંગ ફંડ, અને ૧૪૪ જુથોને પ્રત્યેક જુથ/સંઘને રૂ! ૧૫ લાખ પેટે કુલ રૂ! ૨૧૬ લાખન કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ આપવામા આવનાર છે.
મૃદુતાપૂર્ણ જનસંવાદ અને જનહિતલક્ષી મક્કમ નિર્ણયો સાથે ગુજરાતની ડબલ એન્જિન સરકારે ‘વિશ્વાસ થી વિકાસ’ યાત્રા આરંભી છે. ત્યારે આજે એટલે કે તા. ૧૭મી સપ્ટેમ્બરે ગુજરાતના પનોતા પુત્ર, અને વિકાસ પુરુષ એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસે, તેમને શુભકામનાઓ પાઠવવા સાથે, જનમાનસે તેમના ઉપર મુકેલા અખૂટ વિશ્વાસ સાથે આરંભાયેલી વિકાસ યાત્રા તરફ એક દ્રષ્ટિપાત કરી લઈએ.
અને ૧૯૯૮ પછી કંડલા ઉપર ફૂકાયેલુ વિનાશક વાવાઝોડુ અને એના કારણે થયેલી અતિવૃષ્ટિથી ગુજરાતમા થયેલી ખાનાખરાબીના પરિણામે, વિકાસની પ્રક્રિયા બિલકુલ ખોરંભે પડી ગઈ હતી. આટલુ ઓછું હોય એમ, જાન્યુઆરી ૨૦૦૧ ના ભયાનક ભૂકંપે ગુજરાતની કમર જ તોડી નાખી. દેશ અને દુનિયાના લોકો એમ જ માનતા હતા કે, હવે ગુજરાત દાયકાઓ સુધી ફરી પાછુ ઊભુ નહી થઈ શકે.
આ તબક્કે જનમાનસમા સરકાર કે વહિવટીતંત્રમા કોઈ ખાસ આશા જે વિશ્વાસ ન હતો. લોકશાહી અને ચૂંટણી પ્રક્રિયાઓ યંત્રવત રીતે આવતી અને જતી. લોકો મતદાન કરીને પોતાની ફરજ અદા કર્યાનો સંતોષ માની લેતા હતા. એવામા ૭ ઓક્ટોબર ૨૦૦૧મા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ, ગુજરાતમા સત્તાનાસૂત્રો સંભાળ્યા ત્યારે તેમની સામે, સૌથી પહેલુ ભગીરથકાર્ય, જનમાનસમા વહિવટીતંત્ર ઉપર વિશ્વાસનુપુન:સ્થાપન અને મહિલા સશકિતકરણનુ હતું.
મૂલ્યનિષ્ઠ વિકાસની રાજનીતિને વરેલા અને પરિશ્રમી, નીડર લીડર, દીર્ધદ્રષ્ટારાજપુરુષ તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીની કાબેલિયતની એ સમયે ગુજરાતને પહેચાન ન હતી. એમની કર્તવ્યનિષ્ઠા અને દ્દઢ નિર્ણયશક્તિથી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક ઉત્તમ વહિવટકર્મી, અને કાબેલ મૂલ્યનીસ્ઠ વિકાસ પુરુષ તરીકેની છબી જોત જોતામા ઊભી કરી દીધી.
‘યત્ર નાર્યાસ્તુ પૂજયંતે, રમંતે તત્ર દેવતા’ મંત્રને લઈને ચાલતા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ, તેમના સાશનકાળમા નારી સશકિતકરણ માટે અનેક અનોખી પહેલ દ્વારા, ગુજરાતની વિકાસયાત્રામા મહિલા શકિતને જબરજ્સ્ત પ્રેરીત કરીને નવતર પરિભાષા અંકિત કરી.
ગુજરાતના પનોતા પુત્ર અને સમગ્ર ભારતની જનતાના હદયસમ્રાટ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ, ગુજરાત અને ભારતની રાજનીતિમા પેરડાઈઝ શિફ્ટ કર્યું છે.વર્ષ ૨૦૦૧મા ગુજરાતને અને ત્યારબાદ ૨૦૧૪મા પહેલી વખત દેશને એક મજબૂત, નિર્ણાયક અને પરિશ્રમી નેતૃત્વ સાંપડ્યુ છે.શ્રી નરેન્દ્રભાઈ મોદી ભારતના વડાપ્રધાન બનતાની સાથે જ ગુજરાતને એક ગૌરવપૂર્ણ તક સાંપડી છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિ પ્રસ્થાપિત કરીને વિકાસને ગુજરાતનો મિજાજ બનાવ્યો છે. ગુજરાત માટે તો ‘મોસાળે મા પીરસનાર હોય પછી પુછવુ જ શું’ એવો ઘાટ છે.
ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની સરકાર દિલ્હીમા બેઠી છે, અને ગુજરાતમા પણ એમના જ પક્ષની શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજય સરકાર છે ત્યારે, ગુજરાતનો વિકાસ કેન્દ્ર અને રાજયની એક જ પક્ષની ડબલ એન્જિનવાળી સરકાર દ્વારા જેટ સ્પીડે થાય એ સ્વાભાવિક વાત છે. જ્ઞાતિ, જાતિ, ધર્મ, પ્રાંતના ભેદભાવથી હટકે ‘નેશન ફર્સ્ટ’ ની ભાવના સાથે ‘એક ભારત-શ્રેષ્ઠભારત’ ના નિર્માણ માટે સૌની ઉન્નતિ અને સૌની સમૃદ્ધિનો શ્રી નરેન્દ્રભાઈ મોદીનો વિચારમંત્ર છે. આજે તેમના નેતૃત્વ હેઠળ ભારત અને ગુજરાતના ખૂણેખૂણાના વિકાસ માટેનો અખંડ મહાયજ્ઞ ચાલી રહ્યો છે. ગુજરાતના આ પનોતા પુત્રના વડાપ્રધાન બનતાની સાથે જ ગુજરાતની ઉન્નતિ અને સમૃદ્ધિના માર્ગો ખુલી ગયા છે.
ગુજરાત રાજયના અસ્તિત્વ બાદ વર્ષ ૧૯૬૦ થી ૨૦૧૩ સુધીમા ગુજરાતને જેટલુ નહોતુ મળ્યુ, એનાથી પણ ઘણુ વધારે શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાન બન્યાના આઠ વર્ષોમા ગુજરાતને મળ્યુ છે. ગુજરાતના સર્વાંગી વિકાસને લગતી જનહિતલક્ષી અને મહિલા સશકિતકરણની યોજનાઓનો તેમણે ગુજરાતને અઢળક લાભ આપ્યા છે, અને આપી રહ્યા છે.
ભારતીય પ્રાચિન સંસ્કૃતિમા’નારી તુ નારાયણી’ અને નારીને દુર્ગા ગણીને સ્ત્રીઓનુ પુરાતનકાળથી સન્માનનિય સ્થાન રહ્યુ છે. કોઈ પણ રાજય કે રાષ્ટ્ર નારીશક્તિની અવગણના કરીને ક્યારેક વિકાસ સાધી શકે નહી. ગુજરાતમા ઘણા શાસકો આવ્યા અને વિકાસ માટે યથાશકિત એમનુ યોગદાન આપ્યુ. પરંતુ સને ૨૦૦૧ થી આજપર્યતનો સવા બે દાયકાનો સમયગાળો ગુજરાતના વિકાસનો ‘સુવર્ણ કાળ’ તરીકે લોકો જોઈ રહ્યા છે.૭ ઓક્ટોબર ૨૦૦૧ ના રોજ ગુજરાતની શાસનધૂરા સંભાળનાર તત્કાલિક મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલા સશક્તિકરણને પાયાથી મજબૂત કરવા માટે અનેક નવતર પહેલ કરી છે. એના સૂફળ આજે ગુજરાતની માતાઓ,બહેનો, બને દીકરીઓને મળી રહ્યો છે.
વર્ષ ૨૦૨૨/૨૩ મા ગુજરાતના આકાશમા નજર માંડીએ ત્યારે વિકસિત, શિક્ષિત, અને દિક્ષિત ગુજરાતની વિભાવનાથી તરબતર થયેલુ લાગે છે. સત્તાને નારી સશક્તિકરણનુ અદકેરૂ સાધન બનાવી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ, રાજયની નારીશક્તિમા સામાજિક, આર્થિક, અને શૈક્ષણિક વિકાસ માટેનો બહુપાખીઓ વ્યૂહ અમલમા મૂક્યો છે.
મહિલા સંશક્તિકરણ માટે વીસમી સદીના અંતમાં ગુજરાત જે સમસ્યાઓ, સંકટો, અને પ્રતિકૂળતાઓ સામે ઝઝુમતુ હતુ, તેનો કાયમી ઉકેલ એકવીસમી સદીના આરંભમા શ્રી નરેન્દ્રભાઈ મોદીની પરિણામલક્ષી કાર્ય યોજનાઓએ આપ્યો છે.
છેલ્લા બે દાયકા ઉપરાંત સમયથી મહિલા સશક્તિકરણની આ વણથંભી વિકાસયાત્રાનો ‘ફાસ્ટ ટ્રેક’ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રશસ્ત કરી આપ્યો છે.આજે, આવા સ્પસ્ટ વિઝન અને મિશન સાથે માં ભોમની રક્ષા સાથે પ્રજાજનોની સેવા કરી રહેલા પ્રધાન સેવક શ્રી નરેન્દ્ર્ભઇ મોદીનો ૭૨ મો જન્મ દિવસ છે. આવો સૌ સાથે મળીને કહીએ. હેપ્પી બર્થ ડે, પી.એમ. સર !