સોનગઢ તાલુકાના ખડકા ચીખલી ગામે રહેતા અંકિતભાઈ ગામીત હ્યુમન અલાયન્સ ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી અલગ અલગ સેવાકીય કાર્યો કરતા આવ્યા છે. આ ટ્રસ્ટના ફાઉન્ડર અંકિતભાઈ ગામીત કોલકાતાના પ્રસિદ્ધ આરજે પ્રવીણ સાથે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાયેલા છે. આરજે પ્રવીણ ની સોશિયલ મીડિયાની પોસ્ટ થકી અંકિતભાઈ ને જાણવા મળ્યું કે ભારતમાં ઘણા એનજીઓ લોકો દ્વારા હેર ડોનેશન મેળવીને કેન્સર ગ્રસ્ત દર્દીઓ માટે સ્થાનિક લેવલે કારીગરો પાસે બનાવડાવવાનું કામ કરે છે અને આ વીગ કેન્સર ગ્રસ્ત દર્દીઓને વિનામૂલ્ય આપવામાં આવે છે. જે બાદ અંકિતભાઈએ વાળ વધારવાનું શરૂ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ વાતની જાણ એમની બહેન વૈશાલી ગામીતને થતા એમણે પણ વાળનું ડોનેશન કર્યું હતું. જે બાદ અંકિત ભાઈ ના પરિવારમાંથી અન્ય ૪ બહેનો જાસુદી નિયતિ ક્રિસ્ટીના અને સ્તુતિ વગેરેએ પણ હેર ડોનેશન કરીને કેન્સરગ્રસ્ત મહિલાઓને મદદ કરી હતી.
અંકિત ભાઈએ ૨ વર્ષ સુધી વાળ વધાર્યા બાદ આજ રોજ ૧૫ ઓગષ્ટ ના દિવસે કેન્સર ગ્રસ્ત દર્દીઓ માટે હેર ડોનેશન કર્યું હતું.
જે “કોપ વિથ કેન્સર – મદદ ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ” કુરિયર દ્વારા મોકલી આપવામાં આવ્યા છે.