સુરત શહેરની ૧.૪૧ લાખ મહિલા/બાળકોને સ્વરક્ષા તથા જાગૃતતા અન્વયે તાલીમબધ્ધ કરતી સુરત શહેર પોલીસ ટીમ

adminpoladgujarat
adminpoladgujarat
2 Min Read

સુરત,રાજ્ય સરકાર મહિલા તથા બાળકોની સુરક્ષીત રાખવા સારૂ હંમેશા તત્પર અને કાર્યશીલ રહે છે. સમાજમાં ૫૦% જેટલી મહિલાઓ છે તેમાં બાળકોની ગણતરી કરવામાં આવે તો આંકડો ઘણો મોટો થાય તેમ છે. તેઓને સુરક્ષિત રાખવા અને તેઓને જાગૃત કરવા સારૂ સુરત શહેર પોલીસ કમિશ્નરશ્રી અજયકુમાર તોમર નાઓ દ્વારા She Team ની રચના કરવામાં આવેલ છે. જેમાં એક પોલીસ સ્ટેશનમાં ૧ મહિલા પો.સ.ઇ. તથા ૦૩ મહિલા પોલીસ કર્મચારીઓની એક ટીમ તે રીતે સુરત શહેરના પોલીસ સ્ટેશનોમાં ૨૮ ટીમ તથા મહિલા પોલીસ સ્ટેશનમાં ૨ ટીમ મળી કુલ્લે ૩૦ ટીમ બનાવવામાં આવેલ છે. તે ટીમો દિવસ દરમ્યાન સુરત શહેર વિસ્તારમાં આવેલ અલગ અલગ શાળાઓમાં જઇ નાના બાળકોને ગુડ ટચ બેડ ટચ” તથા બાળકીઓને “સેલ્ફ ડીફેન્સની તાલીમ” આપવામાં આવેલ છે. તેમજ અલગ અલગ સોસાયટી, મહોલ્લામાં જઇ “મહિલાઓને કાયદાની જાણકારી” આપવાનું કામ કરે છે. તેમજ અવાવરૂ જગ્યાએ પેટ્રોલીંગની કામગીરી તથા પોલીસ સ્ટેશનમાં આવનાર મહિલા અરજદારને શાંતિથી સાંભળી તેમની સમસ્યાનું કાઉન્સેલીંગ કરી નિરાકરણ લાવવા પ્રયત્ન કરવામાં આવે છે. આ She Team દ્વારા તા.૦૧/૦૧/૨૦૨૨ થી આજ દિન સુધી નીચે મુજબના કાર્યક્રમો કરવામાં આવેલ છે.

• નાના બાળકોને “ગુડ ટચ બેડ ટચ”ની જાણકારી આપવા સારૂ કુલ-૩૩૭ કાર્યક્રમ કરવામાં આવેલ જેમાં કુલ-૬૩,૩૯૦ બાળકોને ગુડ ટચ બેડ ટચથી માહિતીગાર કરવામાં આવેલ છે. • બાળકીઓને સ્વરક્ષા અભિયાન અંતર્ગત “સેલ્ફ ડીફેન્સ”ના કુલ-૩૩૫ કાર્યક્રમ કરી કુલ-૫૩,૩૭૨
બાળકીઓને સેલ્ફ ડીફેન્સની તાલીમ આપવામાં આવેલ છે. મહિલાઓને કાયદાઓ બાબતે જાણકારી આપવા સારૂ કુલ-૨૪૮ કાર્યક્રમ કરી કુલ-૨૪,૭૬૧ મહિલાઓને કાયદાનું જ્ઞાન આપવામાં આવેલ છે.

આમ, સુરત શહેરની She Team દ્વારા કુલ્લે-૯૨૦ કાર્યક્રમ કરી કુલ-૧,૪૧,૫૨૩ બાળકોને ગુડ ટચ બેડ ટચની સમજ તથા બાળકીઓને સ્વરક્ષા અભિયાન અંતર્ગત સેલ્ફ ડીફેન્સની તાલીમ તથા મહિલાઓને કાયદા બાબતે જાણકારી આવેલ છે. આ રીતે સુરત શહેર પોલીસ મહ અને બાળકોને સુરક્ષિત રાખવા સારૂ સતત કાર્યશીલ રહેલ છે અને આવનાર સમયમાં પણ આ રીતેની કામગીરી ચાલુ રાખવામાં આવશે.

Share this Article
Leave a comment