સુરત. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા ધોરણ 10 બોર્ડ પરીક્ષાના પરિણામમાં ખાનગી શાળાઓની સાથે જ મનપા સંચાલિત સુમન શાળાઓના વિદ્યાર્થીઓએ પણ શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું છે. નવાગામ ગાયત્રી નગર સ્થિત સુમન હાઈસ્કૂલ -11ના ત્રણ વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. પૃથ્વીરાજ સુલતાન ચૌહાણે 99.36 પર્સનટાઇલ અને 93 ટકા માર્કસ મેળવી સ્કૂલમાં પ્રથમ આવ્યો છે. જ્યારે શિવાની મધુગીરી રાઠોડે 99.21 પર્સનટાઇલ અને 92.50 ટકા માર્કસ તથા મહિમા સંદીપ પાટિલે 98.98 પર્સનટાઇલ અને 91.83 ટકા સાથે ત્રીજો ક્રમ મેળવ્યો હતો. શાળાના કુલ દસ વિદ્યાર્થીઓએ એ – 2 ગ્રેડ જ્યારે 32 વિદ્યાથીઓએ બી -2 ગ્રેડ મેળવ્યો છે. શાળાનું કુલ પરિણામ 69.12 ટકા રહ્યું છે. વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ પ્રદર્શન બદલ શાળાના આચાર્ય અને શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા હતાં.