વ્યારા, ફરીયાદી એક જાગૃત નાગરિક પોતાની મહિન્દ્ર મેક્સ પીકઅપ લઇને ગઇકાલ તા.૧૭/૧૨/૨૦૨૦ ના રોજ ક.૦૯/૦૦ વાગે વાલોડ થી પોતાના ધર તરફ જઇ રહેલ તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ યશવંત સોનુભાઈ પવાર નોકરી પોલીસ હેડક્વાર્ટર વ્યારા ખાતે ના ઓએ આક્ષેપિત દ્વારા અટકાવવામાં આવેલ અને ફરીયાદીની પીકઅપ કાર પોતાના ધરે મુકાવી દિધેલ તેમજ ફરીયાદીને સાગી લાકડાની હેરફેરના ખોટા ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી, ગાડી છોડાવવા માટે રૂપિયા ૧,૫૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ. ત્યારબાદ વાટાધાટોના અંતે રૂપિયા ૫૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી જે પૈકી રૂપિયા ૪૦,૦૦૦/- આક્ષેપિતે, ફરીયાદી પાસે લઇ ફરીયાદીની પીકઅપ કાર પરત આપી દિધેલ અને બાકીની રકમ રૂપિયા ૧૦,૦૦૦/- ન આપે તો ફરીયાદીને ખોટા ગુનામાં સંડોવી દેવાની ધમકી આપી રૂપિયા ૧૦,૦૦૦/- લાંચની રકમની માંગણી કરેલ.
જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, નવસારી એ.સી.બી. પો.સ્ટે. નો સંપર્ક કરી ફરીયાદ આપતા જે આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા, છટકા દરમ્યાન આ કામના આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી ગુનો કર્યો વિગેરે બાબત. ઉપરોક્ત આરોપીને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. સુપર વિઝન કરનાર અધિકારી શ્રી એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમના માર્ગદર્શન હેઠળ ,
ટ્રેપીંગ કરનારઅધિકારી : શ્રી બી.જે.સરવૈયા, પોલીસ ઇન્સ્પેક્ટર, નવસારી એ.સી.બી. પો.સ્ટે. અને એ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી
વ્યારા પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો
Leave a comment
Leave a comment