વિદેશી દારૂની બોટલો ભરેલી કારને ઝડપી પાડતી ખટોદરા પોલીસ

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

સુરત, શહેરના ખટોદરા વિસ્તારમાં આવેલ સેકંડ વીઆઈપી રોડ, સેંટોસા હાઈટસ પાસે ખાડી બ્રિજ ઉતરતા જાહેર રોડ ઉપરથી શંકાસ્પદ પસાર થઈ રહેલી ચોકલેટી કલરની સુઝુકી એસક્રોસ ફોરવ્હીલ કારને આંતરી કારની અંદર તપાસ કરતાં કારમાં વિદેશી દારૂની ૧૧૨ બોટલ મળી આવી હતી. જેથી ખટોદરા પોલીસે આરોપી કાર ચાલક (૧) રીંકુસીંગ સુરેંદ્રસીગ રાજપૂત ઉ.વ ૩૬ ધંધો- રહે- એ/૨૦૧ ફ્લોરા એવેન્યુ પાલ અડાજણ સુરત (૨) રાજેશ રામસીંગ રાજપૂત ઉ.વ ૪૫ ધંધો- ટેમ્પો ડ્રાઇવીંગ રહે- સંતોષનગર બીલ્ડીંગ ૧૭૦૧ ઘરનં ૧૭ ગુ.હા બોર્ડ, સરસવતી સ્કુલની બાજુમા પાડેસરા સુરત મુળ રહે- ધૌરાહરા થાના- ચીંહે જી- મીર્ઝાપુર (યુ.પી ) ધરપકડ કરી અનીલ સુરેશ શર્મા રહે- એ/૨૦૧ ફ્લોરા એવેન્યુ ગેલેક્ષી સર્કલ પાલ અડાજણ સુરત ને વોંટેડ જાહેર કર્યા હતા. પોલીસે દારૂની બોટલની કિંમત ૪ક,૬૦૦ કારની કિંમત ૮,૦૦,૦૦૦ મોબાઈલ કિંમત ૧૦,૦૦૦ તેમજ રોકડા ૧૨૦૦ એમ કુલ રૂપિયા ૮,૫૨,૮૦૦ ની મતાના મુદામાલ કબજે કરી આગળની તપાસ પીએસઆઈ એ. કે. કુવાડીયા કરી રહ્યા છે.

Share this Article
Leave a comment