માજી સૈનિક સેવા સંગઠન તપી અને ડોસવાડા ગામની લોક જનતા દ્વારા વૈદાંતા ઝીંક કંપની બાબતે મામલતદારને આવેદનપત્ર અપાયું

adminpoladgujarat
adminpoladgujarat
2 Min Read

હરીશ ગામીત દ્વારા, સોનગઢ 

તાપી જીલ્લાના સોનગઢ તાલુકાના ડોસવાડા ગામ ખાતે આવનારી વૈદાંતા ઝીંક કંપની સ્થાપવા સામે વાંધો ઉઠાવવા બાબતે તાપી જીલ્લાના માજી સૈનિક સેવા સંગઠનના પ્રમુખશ્રી દિનેશભાઈ કર્માભાઈ ગામીત અને ડોસવાડા ગામની લોક જનતા દ્વારા સોનગઢના મામલતદારને આવેદનપત્ર આપવામા આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું છે કે વૈદાંતા ઝીંક કંપની ડોસવાડા ગામ ખાતે આવનારી કંપનીથી પ્રદુષણ ફેલાવવાની શક્યતા બની શકે છે. (૧) માનવ જાતની આરોગ્ય પર (૨) ખેતી લાયક જમીન પર (૩) પશુપાલન જીવો પર (૪) પક્ષીઓ પર (૫) આવનારી પેઢી પર વિનાશક બની શકે છે અને (૬)આજુ બાજુ ગામોના રહેનાર માનવ જાત પર અતિ વિનાશક ગંભીર બાબત બની શકે છે ડોસવાડા ગામ ખાતે ઝીંક કંપની આવનારી છે ત્યાંની જમીનનું અસ્તિત્વ જાણવા મળેલ છે કે આ જમીન ગામની ગૌચરની જમીન છે જે ગામના ગાય, ભેંસ ચરાવવા જમીન ફાળવેલ હોઈ છે સરકારના કાયદા અનુસાર અનુસુચિત જનજાતિનું (એસ.ટી.) પૈસા એક્ટ ૨૪૪ કલમ (૧૩) (૭) કે ભારત સરકારની ટ્રાયબલ યોજના ઘણી બધી જોગવાઈઓ આપેલ છે કાયદા અનુસાર જોવામાં આવે છે.

ગૌચરની જમીન ત્યાના આદિવાસી લોકજનતાની પશુપાલન જીવો માટે હોઈ છે અને ઝીંક કંપનીના અધિકારીઓ ભારત સરકારના કાયદાના વિરોધમાં ગૌચર જમીન પર પોતાની મનમાની પ્રમાણે પોતાનો કાયદો આગળ ઉભો કરે છે. આ યોગ્ય બાબત નથી. આપશ્રી મહોદયને નમ્ર વિનંતી છે. કે ડોસવાડાના આદિવાસી માજી સૈનિક અને ગામ લોક જનતા પર ખુલ્લે આમ અન્યાય થઇ રહ્યો છે તો આપ સાહેબશ્રી અમોને ન્યાય આપવા મહેરબાની કરશોજી સહિતની માંગ આવેદનપત્રમાં કરવામાં આવી છે.

Share this Article
Leave a comment