બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે ર્ડા.મધુકરભાઇ પાડવીની નિમણૂક કરતી રાજય સરકાર

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

સૂરતઃ રાજય સરકારના આદિવાસી વિકાસ વિભાગ દ્વારા સંચાલિત નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે બિરસા મુંડા યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે એમ.ટી.બી. આર્ટસ કોલેજ, સુરતના આચાર્ય અને તાપી જિલ્લાના નિઝર તાલુકાના મેણપુર ગામના વતની ર્ડા.મધુકરભાઇ સુંદર્યાભાઇ પાડવીની પસંદગી માટે શ્રી ગણપતસિંહ વસાવા, માન.મંત્રી આદિજાતિ વિકાસ, શ્રી સી.આર.પાટીલ, માન.પ્રદેશ અધ્યક્ષ ગુજરાત પ્રદેશ ભાજપા તથા માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા નિઝર જેવા સંપુર્ણ આદિવાસી વિસ્તારમાંથી આવતા ર્ડા.મધુકરભાઇ પાડવીની કુલપતિ તરીકે પસંદગી કરીને રાજય સરકારે આદિવાસી સમાજની માંગણી સંતોષી છે.

Share this Article
Leave a comment