નાંદનપેડાના ૮૦ પ્લસ બુઝુર્ગ નો રસી માટે ગ્રામજનોને અનુરોધ

adminpoladgujarat
adminpoladgujarat
3 Min Read

ડાંગ જિલ્લામા ૧૩.૫૯૭ લોકોને અપાઈ “કોરોના” સામે રક્ષણ આપતી રસી ;
વધુમા વધુ લોકોને રસી લેવા માટે કરાયો અનુરોધ

આહવા; તા; ૨૫; આહવા તાલુકાના નાંદનપેડા ગામના ૮૨ વર્ષિય બુઝુર્ગ શ્રી શુકરભાઈ રામુભાઈ દેશમુખે “કોરોના” સામે રક્ષણ આપતી રસી દરેક નાગરિકે લેવી જ જોઈએ તેમ જણાવી, પ્રજાજનોની સુરક્ષા માટે સરકાર વિનામૂલ્યે આ રસી આપી રહી છે તે ખુબ જ ઉમદા કાર્ય છે તેમ જણાવ્યુ હતુ.આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે જઈને રસી આપવામા આવી રહી છે. તે ખુબ જ પવિત્ર કાર્ય છે તેમ જણાવતા નાંદનપેડાના ૮૫ વર્ષિય વડીલ શ્રી ગણપતભાઈ સોમાભાઈ આહિરે એ સરકાર અને આરોગ્ય વિભાગના કર્મયોગીઓની મહેનત એડે ન જવા દઈએ તેમ ગ્રામજનોને અપીલ કરતા જણાવ્યુ હતુ.

ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ગાઢવી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્યવિસ્તારમા આવતા મહાલપાડા સબ સેન્ટરના નાંદનપેડા ગામે આરોગ્ય કર્મચારીઓએ ઘરે ઘર જઈને ગ્રામજનોને રસી લેવા માટે સમજ આપવાનુ અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન ગામના ઉક્ત બંને વરિષ્ઠ નાગરિકોએ વિના સંકોચે રસી લઈને ગ્રામજનોને પ્રેરણા પૂરી પાડી છે.મહાલપાડા સબ સેન્ટરમા ૬૦ પ્લસ ૨૮૭ જેટલા, તથા ૪૫ પ્લસ ૩૫૪ જેટલા લક્ષિત વરિષ્ઠ નાગરિકો નોંધાયેલા છે તેમ જણાવતા MPHW શ્રી અરવિંદ બારૈયાએ ગ્રામ્ય વિસ્તારમા ઘરે ઘર સુધી ફરીને હાથ ધરાયેલી રસીકરણની કામગીરીની વિગતો આપી હતી. જિલ્લામા વધુમા વધુ નાગરિકો વેળાસર રસી મુકાવે તે માટે અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.સંજય શાહના માર્ગદર્શન હેઠળ ઝુંબેશરૂપ કામગીરી ચાલી રહી છે. તેમ જણાવતા શ્રી બારૈયા એ આ રસીની કોઈ પણ જાતની આડઅસર ન હોઈ, નાંદનપેડાના તમામ ગ્રામજનોને રસી લેવા માટે સમજ આપી હતી.

RBSK ટીમના MO ડો.દિવ્યાંગ નીનામા ના જણાવ્યા અનુસાર ગાઢવી PHC ના કાર્યક્ષેત્ર હેઠળના ૩૧ ગામોમા ઘનિષ્ઠ રસીકરણની કામગીરી ચાલી રહી છે. જેમા લક્ષિત લાભાર્થીઓને રસીકરણની જાણકારી સાથે સમજુતી પૂરી પાડીને તેમના મનમા રહેલી ગેરમાન્યતાઓને દુર કરવામા આવી રહી છે.

નાંદનપેડા સહિત આસપાસના ગામોમા ચાલી રહેલી આ કામગીરીમા ગાઢવી PHCના ડો.કિંજલ પટેલ, ડો.પ્રિયંકા પટેલ, ડો.નિકિતા ઠાકોર સહીત CHO નદીમ પઠાણ, ફાર્માસિસ્ટ કવિતા ગાવિત, FHW સુનીતા દેશમુખ, ગામની આશા વિગેરે સહયોગી થઇ રહ્યા છે.

તા.૨૪મી માર્ચ ૨૦૨૧ સુધી ડાંગ જિલ્લામા કુલ ૧૩,૫૯૭ લોકોનુ રસીકરણ પૂર્ણ કરવામા આવ્યુ છે, તેમ જણાવતા અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.સંજય શાહે જિલ્લાની આહવા સ્થિત સિવિલ હોસ્પિટલ સહીત શામગહાન, સુબીર અને વઘઈ CHC તથા પિંપરી, ગલકુંડ, ગાઢવી, સાપુતારા, કાલિબેલ, સાકરપાતળ, ઝાવડા, ગારખડી, શીન્ગાના, અને પીપલદહાડ PHC ખાતે રસીકરણની ઝુંબેશરૂપ કામગીરી ચાલી રહી છે. જેમા જિલ્લાના ૪૫ થી વધુ વયના તમામ નાગરિકોને વિનામૂલ્યે રસી આપવામા આવી રહી છે, જેનો લાભ લેવા અનુરોધ કર્યો છે.

Share this Article
Leave a comment