દેશી બનાવટની પિસ્ટલ સાથે જાહેરમાં ફરતા ઇસમને લિંબાયત ખાતેથી પકડી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાંચ

adminpoladgujarat
adminpoladgujarat
2 Min Read

સુરત : કમિશનરશ્રી, સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનરશ્રી ક્રાઇમ એન્ડ ટ્રાફીક નાઓએ સુરત શહેર વિસ્તારમાં ગેર કાયદેસરના હથિયારોની પ્રવુતીઓ સંપુર્ણ પણે નેસ્ત નાબુદ કરવા અને આવા ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ સુચનાઓ આપવામાં આવેલ હોય જે આધારે નાયબ પોલીસ કમિશનરશ્રી, ક્રાઇમ તથા મદદનીશ પોલીસ કમિશનરશ્રી ક્રાઇમ નાઓના આદેશ આધારે ડી.સી.બી. પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચના જનરલ સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી તેમની ટીમના પોલીસ માણસો સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ટીમના માણસોને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે સુરત, લિંબાયત, ખાનપુરા, મદિના મસ્જીદ સામેથી દાનીશ અમીર હુસૈન સીદ્દીકી ઉ.વ.૨૩ ધંધો સલુન રહે.રૂમ નંબર ૦૮ ખાનપુરા, મદિના મસ્જીદની સામે, લિંબાયત, સુરતને એક દેશી બનાવટની ગેર કાયદેસરની પિસ્ટલ કિ.રૂ.૩૦,૦૦૦/- ની મત્તાની સાથે પોલીસ કમિશનરશ્રી સુરત શહેરનાઓના હથિયાર બંધીના જાહેરનામાનો ભંગ કરી મળી આવતા તેના કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

સદર ઇસમ દાનીશ આમીર હુસૈન સિદ્દીકીને ગેર કાયદેસરની પીસ્ટલ ક્યાંથી, કોની પાસેથી, કેવી રીતે લાવેલ છે? અને શા માટે પોતાની પાસે રાખેલ છે તે બાબતે પુછપરછ કરતા, આજથી વિસેક દિવસ પહેલા યાસીન છોટુ કુરેશી રહે.રૂમ નંબર ૦૬ પ્લોટ નંબર ૧૬૬-૧૬૭, મારૂતીનગર, ચિસ્તીયા ખમણની સામેની ગલીમાં, લિંબાયત, સુરત વાળા પાસેથી ખરીદ કરેલ અને પોતાની પાસે રાખેલ હોવાની હકિકત જણાવેલ છે.
આમ, મજકુર દાનીશ આમીર હુસૈન સિદ્દીકીએ વોન્ટેડ આરોપી યાસીન છોટુ કુરેશીનાઓ પાસેથી ખરીદ કરી લાવેલ ગેર કાયદેસરની દેશી બનાવટની પિસ્ટલ કિ.રૂ.૩૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન કિં.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ્લે રૂ.૪૦,૦૦૦/- ના મત્તાનો મુદ્દામાલ સાથે મળી આવી એકબીજાની મદદગારી કરી પોલીસ કમિશ્નર સાહેબશ્રી સુરત શહેરનાઓના હથિયાર બંધીના જાહેરનામાંનો ભંગ કરી ગુનો કરેલ હોય તેના વિરૂધ્ધમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Share this Article
Leave a comment