તાપી જિલ્લા કક્ષાની સ્પર્ધા તા.૨૬ ડિસેમ્બર-૨૦ થી ૧૫ જાન્યુઆરી ૨૦૨૧ રાજ્ય કક્ષાની સ્પર્ધા તા.૨૩ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ યોજાશે

adminpoladgujarat
adminpoladgujarat
2 Min Read

તાપી જિલ્લામાં આગામી પ્રજાસત્તાક દિન ઉજવણી અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયુ:

વ્યારા:- જિલ્લા યુવા વિકાસ અધિકારી વ્યારા-તાપીની અખબારી યાદી મુજબ
મુખ્યમંત્રીશ્રી દ્વારા તા.૦૧/૧૦/૨૦૨૦ના રોજ ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઈલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી “ મોબાઇલ ટુ સ્પોર્ટસ “ના અભિયાનની નવતર પહેલ કરી છે. હાલના કોરોના (કોવિડ-૧૯)ની માહામારીના વિષમ સંજોગોમા ફેસબુક વ્હોટસ અપ , ઇન્સ્ટાગ્રામ તથા વિડીયો ગેઇમ્સ જેવી પ્રવૃતિઓમાં અત્યંત કિમતી સમય વેડફતા યુવાધનની હકારાત્મક રીતે ક્રિયાશીલ કરવા રમતગમતની પ્રવૃતિઓ તરફ આકર્ષિત કરવા એ સમયની તાતી જરૂરિયાત છે . યુવાધનનો શારિરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી સરકારશ્રીએ વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન “મોબાઇલ ટૂ સ્પોર્ટસ” ની નવી યોજના મંજુર કરેલ છે. આ યોજનાને “મોબાઇલ ટૂ સ્પોર્ટસ” ફેસબુક પેજ ,યુ ટ્યુબ ચેનલ ,રેડિયો ક્વીઝ , ટેલીવિઝન તેમજ સોશિયલ મીડીયા સબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓની વિગતો ઓડિયો/વિડિયો ક્લીપ રજુ કરી યુવાનોને રમતગમતની પ્રવૃતિઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવામા આવશે .
આ હેતુને સુચારૂ પાર પાડવા રમતગમત ,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની કચેરી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી દ્વારા સંયુકત રીતે ” ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ ” કાર્યક્રમ અંતર્ગત એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ૮ થી ૧૩ ( જન્મ તા-૧/૧૨/૨૦૨૦ને ગણવાની રહેશે ) વર્ષના બાળકો ભાગ લઇ શકશે. સ્પર્ધકે A-4 સાઇઝના ડ્રોઇંગ પેપર પર “ ૨૬ મી જાન્યુઆરી –પ્રજાસત્તાક દિવસ “ વિષય પર પોતાની કૃતિ તૈયાર કરી તા.૧૫/૦૧/૨૦૨૧ બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી પોતાના જિલ્લામાં આવેલ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીમાં મોકલવાનું રહેશે.
રાજ્યકક્ષાની ચિત્રસ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ.૨૫૦૦૦/- દ્રિતિય વિજેતાને રૂ.૧૫૦૦૦/- તૃતિય વિજેતાને રૂ.૧૦૦૦૦/- એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાને રૂ.૫૦૦૦/- (પ્રત્યેકને) મુજબ આશ્વાસન ઇનામો આપવામાં આવશે. તમામ વિજેતાઓને ચિત્રકાર કીટ (ડ્રોઇંગ કીટ) પણ આપવામાં આવશે. આ અંગેની વધુ માહીતી “મોબાઇલ ટૂ સ્પોર્ટસ” યોજના અંતર્ગત ફેસબુક પેજ https://www.facebook.com/mobile2sports તેમજ યુ-ટ્યુબ ચેનલની લીંક http://www.youtube.com/channel/UCzsiROvtHpN4rK ensUz-g પરથી મળી શકશે.

Share this Article
Leave a comment