તાપી જિલ્લામાં કોરોના સંક્રમણ બાબતે કલેકટરની અધ્યક્ષતામાં ટાસ્ક ફોર્સ અને કોર કમિટીની સમીક્ષા બેઠક યોજાઇ

adminpoladgujarat
adminpoladgujarat
3 Min Read

વ્યારા : કોવિડ-૧૯ વૈશ્વિક મહામારીને ધ્યાને લઈ તાપી જિલ્લામાં કોરોના સંક્રમણને રોકવા માટેના જરૂરી પગલા લેવા તેમજ વર્તમાન સ્થિતી અને કોવિદ-૧૯ રસીકરણ અંગેની તૈયારી સંદર્ભે કલેક્ટર આર.જે.હાલાણીની અધ્યક્ષતામાં ટાસ્ક ફોર્સ અને કોર કમિટીની સમીક્ષા બેઠક યોજાઇ હતી.
બેઠકમાં કલેક્ટરશ્રી હાલાણીએ જિલ્લામાં લોકોની જાહેર સુખાકારી સુપેરે જળવાઈ રહે તે માટે ભારત સરકારના આયુષ મંત્રાલયના દિશાનિર્દેશ અનુસાર જિલ્લામાં રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટેના આયુર્વેદિક ઉકાળા સહિત, હોમીઓપેથીની આર્સેનિક આલ્બમ થર્ટી ટેબલેટનું મોટા પાયે વિતરણ કરવા ઉપરાંત વહીવટી તંત્ર, પદાધિકારીઓ, અને પ્રજાજનોના સહયોગથી કોરોના સંક્રમણને અટકાવવા માટેના તમામ પગલાઓમાં પરસ્પર સંકલન, સહયોગ અને સતત માહિતીનું આદાનપ્રદાન કરી કોરોના બાબતે રાખવાની કાળજી અંગે લોકોને જાગૃત કરી સંક્રમણ ઓછુ થાય તે જોવા માટે જરૂરી કેટલાક રચનાત્મક સુચનો કર્યા હતા. કલેકટરશ્રીએ કોરોના સંક્રમણ અટકાવવા સઘન સર્વેલન્સ પર ભાર મુકતાં જણાવ્યું કે કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલ વિસ્તારો, શહેરો અને ગામડાઓમાં સઘન સર્વેલન્સ ચાલુ રાખી તે વિસ્તારમાં કોઇ શંકાસ્પદ દર્દી જણાય તો તાત્કાલીક તેને સારવાર મળે તેની ખાસ કાળજી રાખવાની સુચના આપી હતી.
બેઠકમાં કલેકટરશ્રી સઘન સર્વેલન્સ સાથે આયુર્વેદીક ઉકાળા વિતરણ, જિલ્લાની કોવિડ હોસ્પીટલ, કન્ટેઇનમેન્ટ ઝોન, સોશ્યલ ડિસ્ટન્સીંગ સહિત પબ્લીક મુવમેન્ટ પર સતત વોચ રાખવા તથા કોવિડ પોઝીટીવ દર્દીઓ અને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલ દર્દીઓનું પણ નિયમિત ફોલોઅપ, પોઝીટીવ દર્દીઓનું રોજે રોજ મોનીટરીંગ અને તેમના સંપર્કમાં આવેલા લોકોનું કોન્ટેક્ટ ટ્રેસીંગ, હોમ આઇસોલેશનમાં રાખેલા દર્દીઓનું પણ નિયમિત મોનીટરીંગ સહિત માઇક્રો કન્ટેઇમેન્ટમાં કેન્દ્ર/રાજ્ય સરકારની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું હતું.

 

બેઠક્ની શરૂઆતમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદ પટેલે કોરોના સંક્રમણ ઉપર અંકુશ મેળવવા સમગ્ર તાપી જિલ્લામાં ઠેર-ઠેર રેપીડ ટેસ્ટીંગની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને સુરત માંડવી અને મહારષ્ટ્ર તરફથી આવતા લોકોનું સ્ક્રીનીંગ અને ટેસ્ટીંગ થાય તે માટે પોલિસ અને ધનવંતરી આરોગ્ય રથ મારફત ટીચકપુરા, કણજા ફાટક, સોનગઢથી વ્યારામાં પ્રવેશતા ત્રણ રસ્તા પર અને નિઝર ખાતે ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યુ છે. સમગ્ર જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ધન્વંતરી રથ મુકીને લોકોના આરોગ્યની ચકાસણી અને રેપીડ ટેસ્ટીંગની કામગીરી કરવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અધિકારી, કર્મચારીઓની ટીમો બનાવવામાં આવી છે. જેના દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતુ.
બેઠકમાં જિલ્લા અધિક કલેક્ટર બી.બી.વહોનીયા, સિવિલ હોસ્પિટલના એપેડેમીક મેડીકલ ઓફીસરશ્રી ર્ડા. નૈતિક ચૌધરી સહિત આરોગ્ય સંબધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share this Article
Leave a comment