હરનીશ ગામિત દ્વારા
તાપી જિલ્લાના સોનગઢ તાલુકા સ્થિત ટોકરવા ગામમાં જોવા મળ્યો લવજેહાદનો કિસ્સો મુસ્લીમ યુવકે આદિવાસી છું એમ નામ બદલી આદિવાસી યુવતીને ફસાવી લગ્નની ખોટી લાલચ આપી તેની સાથે વિશ્વાસઘાત કર્યા બાબતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સોનગઢ તાલુકા ના મામલદાર ને આવેદન પત્ર આપ્યું હતું .વધુમાં જાણવા મળ્યું કે યુવક મુસલમાન છે તેમ યુવતી ને ખબર પડતાં તામમ વિગતો સાથે પોલીસ મથકે પોહચી હતી પોલીસ તંત્ર જલ્દી થી જલ્દી કાયદાકીય કાર્યવાહી કરે અને સખત સજા કરે એવી માંગ વિશ્વ હિંદુપરિસદ દ્વારા મામલદારને આપેલ આવેદન પત્રમાં કરાયું છે .વધુ માં વિશ્ર્વ હિન્દુ પરિષદ નું જણાવવા નું હતું કે રાજકીય પક્ષ દ્વારા આરોપી ને બચાવવા નો પ્રયાસ થઈ રહ્યો છે.જો એવું થશે તો આંદોલન ની ચીમકી પણ વિશ્વ હિન્દુ પરિષદે આપી હતી