(મનિષ બહાતરે, અશ્વિન ભોયે)
આહવા : વઘઈ તાલુકાના વાઘમાળ ગામે ખેતરમાં કામ કરતી વખતે અચાનક જ મહિલા પર વીજળી પડતા 35 વર્ષીય સીતાબેન સતીશભાઈ ભોયેનું વીજળીના કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, પરિવાર સહિત આખા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું,
આજે ગણેશજી વિસર્જન હોવાથી હવામાનમાં પણ ફેરફાર જોવા મળ્યો હતો દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગાજ વીજળી સાથે વરસાદ વરસ્યો હતો, સીતાબેન સાંજે આસરે 4:45 કલાકે ખેરમાં કામ કરી રહી હતી તે દરમિયાન તેમના પર વીજળી પડતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું