ખટોદરામાં લાલા પાટીલની જુગારની ક્લબ પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

૧૯ જુગારીઓને ઝડપી પાડતી સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ

સુરત, શહેરના ખટોદરા પોલીસ મથકના વિસ્તારમાં આવેલ પંચશીલ નગર વિભાગ-૧ ખાતે લાલા પાટીલના વરલી મટકાના ધમધમતા જુગાર ના અડ્ડા ઉપર ગુજરાત સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડા પાડી ૧૯ જેટલા જુગારીઓને ઝડપી પાડી અંદાજે રૂપિયા એક પોઈન્ટ ત્રણ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે જુગાર ધામ ચલાવનાર લાલ પાટીલ અને હિસાબ રાખનાર કાના ને વોન્ટેડ જાહેર કરી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

ખટોદરા વિસ્તારમાં આવેલા પંચશીલ નગર વિભાગ ૧માં ખુલ્લી જગ્યા ઉપર ઉધના ટાઉનશીપ વિભાગ-૧ કાશીનગર નગરમાં રહેતા લાલા ત્રમ્બક પાટીલ વરલી મટકાનો જુગાર ચલાવતો હતો આ અંગેની બાતમી ગુજરાત સ્ટેટ વિજિલન્સ ની ટીમને મળી હતી દરમિયાન બુધવારના રોજ દિવસ દરમિયાન વિજિલન્સની ટીમે વોચ ગોઠવી લાલ પાટીલના વરલી મટકાના જુગાર ના ધંધા ઉપર રેડ કરી હતી પોલીસે ત્યાંથી ૧૯ જેટલા જુગારીઓને ઝડપી પાડયા હતા પોલીસે ત્યાંથી અંગઝડતી લેતાં રૂપિયા, મોબાઇલ ફોન મોટરસાયકલો સહીત રૂપિયા ૧.૦૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે વરલી મટકાના આંકડા નો ધંધો કરતા લાલા પાટીલ અને આંકડા નું વલણ ચૂકવનાર તેમજ હિસાબ રાખનાર કાના વિજિલન્સની ટીમના હાથે લાગ્યા ન હતા પોલીસે આ બંનેને વોન્ટેડ જાહેર કરી ખટોદરા પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે

Share this Article
Leave a comment