આહવાના ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો ;

adminpoladgujarat
adminpoladgujarat
2 Min Read

આહવા: તા: 22: યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર પ્રેરિત, અને ડાંગ જિલ્લા રમતગમત કચેરીના માર્ગદર્શન હેઠળ તાજેતરમા, ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો હતો.

આ કલા મહાકુંભમા આહવા, વઘઇ અને સુબીર તાલુકાના પ્રથમ, અને બીજા નંબરના વિજેતા નિવડેલા 14 સ્પર્ઘાના ચાર વય જુથના, 502 જેટલા કલાકારો એ ભાગ લીઘો હતો.

સાથે જિલ્લા કક્ષાની 8 કૃતિની ચાર વય જુથની કુલ 49 સ્પર્ઘાના જિલ્લા વિજેતા (પ્રથમ નંબર) પ્રદેશ કક્ષાએ ભાગ લેવા માટે જશે.

જિલ્લામા વિજેતા થયેલા પ્રથમ ત્રણ સ્પર્ધકોને અનુક્રમે ₹ 1000, ₹ 750 અને ₹ 500 રૂપિયા પુરસ્કાર સ્વરૂપે મળશે.

કાર્યક્રમમા ડાંગ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ.સી.ભૂસારા, નિવૃત ગ્રંથપાલ શ્રી દત્તાત્રેય મોરે, તથા યુવા વિકાસ અઘિકારી શ્રી રાહુલ તડવી ઉપસ્થિતિ રહ્યા હતા. કાર્યક્રમનુ સંચાલન વ.વી.ઉ.બુ આહવાના ઈનચાર્જ આચાર્ય શ્રીમતી જાગૃતીબેન સાવંતે કર્યુ હતુ.

 

આહવા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો ;

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: 22: સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે, CWDC સમિતિ અને કિયાન હોસ્પિટલ એન્ડ મેટરનીટી હોમ આહવાના સંયુક્ત ઉપક્રમે તા. 20/09/2022ના રોજ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.

આ કેમ્પમા સ્ત્રી રોગ નિષ્ણાંત ડૉ.મિતેશકુમાર ગવળી, ડેન્ટલ સર્જન ડૉ.શીતલ ગવળી, ડૉ.તેજલબેન ચૌધરીએ કોલેજના વિદ્યાર્થીઓની વિવિધ શારીરિક તકલીફોનુ નિરાકરણ લાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમજ વિના મૂલ્ય મેડિસનનુ વિતરણ પણ કરવામા આવ્યુ હતુ.

ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પમા સ્ત્રીઓની દરેક પ્રકારની સમસ્યાઓ, ચામડી તથા વાળના રોગોની તકલીફ, શરીરની ચકાસણી કરવામા આવી હતી. કિયાન હોસ્પિટલ દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપનો લાભ વિદ્યાર્થીઓની સાથે આહવા નગરજનોએ પણ લીધો હતો. કેમ્પનુ આયોજન સહકારી વિનયન વાણિજ્ય કોલેજના આચાર્યશ્રી ડૉ. ઉત્તમભાઈ ગાંગુર્ડેના માર્ગદર્શન હેઠળ કરવામા આવ્યુ હતુ.

Share this Article
Leave a comment