સાજીદ સૈયદ, નર્મદા
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના સોરાપાડા ગામમાં ફરજ દરમિયાન પોલીસ કર્મી ઉપર હુમલો કરનાર 9 ઈસમો વિરૂદ્ધ ડેડીયાપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે
ડેડીયાપાડાના સોરપાડા ગામમા આવેલ ફોરેસ્ટ વિભાગની જમીન ખેડવા બાબતે મુલ્કાપાડા અને બાંડી શેરવાણ ગામના લોકો વચ્ચે ઝઘડો થયો હતો જેની ફરિયાદ 100 નંબર ઉપર થતા ડેડીયાપાડા પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો સોરપાડા ખાતે પહોંચ્યા હતા, અને સરકારી જમીન બાબતે ઝઘડો ન કરવા સમજાવતા મુલ્કાપાડા ગામના માણસો તેમના ગામ તરફ જતા રહ્યા હતા
પરંતુ પોલીસ બાંડી શેરવાણ ગામના ટોળાને સમજાવતા હતા તે દરમિયાન ટોળાના આરોપીઓ (૧) છગનભાઇ ડુંગરીયભાઇ વસાવા તથા (૨) આર્યન હસમુખભાઇ વસાવા તથા (૩) ગુરજીભાઇ શંકરભાઇ વસાવા તથા (૪) પ્રકાશભાઇ ધનજીભાઇ વસાવા તથા (૫) ઝવેરભાઇ ફુલસીગભાઇ વસાવા (૬) ભરતભાઇ લક્ષ્મીદાસભાઇ તડવી તથા (૭) દેવજીભાઇ રૂપજીભાઇ વસાવા તથા (૮) ગુરજીભાઇ લાલજીભાઇ વસાવા તથા બીજા અન્ય ટોળામાંના માણસો તમામ રહે. બાંડીશેરવાણ નાઓએ અમો કોઈનુ માનવાના નથી, અને ગાળો બોલી મારી નાંખવાની ધમકી આપી ટોળાને ઉશ્કેરણી કરી પોલીસ કર્મી તથા અન્યોને મારવાનું કહેતા આરોપી છગનભાઇ ડુંગરીયાભાઇ વસાવાએ તેના હાથમાંની લાકડી વડે અ.હે.કો ગણપતભાઇ પોહનાભાઇ બ.નં ૬૪૫ ને લાકડીનો સપાટો મારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત કારી નાખ્યાં હતા
તેમજ (૯)રામજીભાઇ નવાભાઇ વસાવા રહે બાંડી શેરવાણ નાઓએ તા ૧૮/૦૮/૨૦૨૩ ના રાતના સમયે ગામના લોકોને પોતાના ઘરે બોલાવી આવતીકાલે બધાએ આપણી ગામની સીમમા મુલ્કાપાડા ગામના લોકોએ જે ખેડાણ કરેલ છે જેમા આપણે પણ ખેડાણ કરી નાંખવાનુ છે.અને તેમ કરતા જો કોઇપણ સરકારી કર્મચારીઓ રોકે તો તેને પણ જોઇ લઈસુ તેમ ગામ લોકોની વધુ ઉશ્કેરણી કરતા ડેડીયાપાડા પોલીસે સરકારી કામમાં રુકાવટ કરનાર તેમજ પોલીસ કર્મી ઉપર હુમલો કરનાર 9 આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે.