મરાઠી સમાજમાં અખાત્રીજની ધાર્મિક પરંપરા, કુંભાર પરિવારો વ્યસ્ત, મહિલા કુંભારની મહેનતથી તૈયાર થાય છે શ્રાદ્ધ વિધિ માટેની માટલીઓ, અક્ષય તૃતીયા નિમિત્તે માટીના પાત્રોને અપાતો અંતિમ ઓપ,
(પોલાદ ગુજરાત : અશોક મુંઝાણી, સુરત)
અખાત્રીજ (અક્ષય તૃતીયા) ના પાવન પર્વ પર જ્યારે સુરતનો મરાઠી સમાજ પિતૃ તર્પણ અને શ્રાદ્ધ વિધિની તૈયારીઓમાં વ્યસ્ત છે, ત્યારે આ પરંપરાનો એક મહત્વનો હિસ્સો એટલે કે ‘માટીની માટલી’ તૈયાર કરવામાં કુંભાર પરિવારો પણ રાત-દિવસ એક કરી રહ્યા છે.
શ્રદ્ધાના રંગો: સુરતમાં અખાત્રીજના પર્વ પર મરાઠી સમાજમાં પિતૃઓને શ્રાદ્ધ અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે. આ વિધિમાં વપરાતી નાની માટલીઓને આખરી ઓપ આપી રહેલા એક મહિલા કુંભાર. પરંપરા અને શ્રદ્ધાના આ સંગમમાં માટીના પાત્રોનું વિશેષ સ્થાન છે.
અક્ષય તૃતીયા નિમિત્તે પિતૃ તર્પણ માટે જરૂરી માટીની મટકીઓ પર સુંદર ડિઝાઈન કંડારતા મહિલા કુંભાર. સુરતના મરાઠી પરિવારોમાં અખાત્રીજના દિવસે પિતૃ પૂજાનું વિશેષ વિધાન હોય છે.
મહેનત અને કલા પર આધારિત
કલા અને સંસ્કૃતિ: આંગણે અખાત્રીજની દસ્તક છે ત્યારે સુરતના મરાઠી સમાજની શ્રાદ્ધ વિધિ માટે માટલીઓ તૈયાર કરવામાં વ્યસ્ત કલાકાર. માટીના વાસણમાં પિતૃઓનો વાસ અને પવિત્રતા માનવામાં આવે છે, જેને આ મહિલા કુંભાર પોતાની કલાથી શણગારી રહ્યા છે.
