ગુજરાતમાં સફળ આંદોલનની જ્યારે જ્યારે વાત આવે ત્યારે પ્રવીણભાઇ રામનું નામ લોકમુખે આવ્યા વિના રહે નહીં કારણકે પ્રવીણભાઇ રામ દ્વારા જેટલા પણ આંદોલનો થયા એમાં મોટા ભાગના આંદોલનમાં સફળતા હાથ લાગતાં લાખો લોકોને ફાયદો થયો છે,પ્રવીણભાઇ રામ દ્વારા લોકોના આરોગ્ય માટે આંદોલન ચલાવી 6000 જેટલા બિનકાયદેસર મેડિકલ બંધ કરાવ્યા હતા,રોજગારી માટે આંદોલન ચલાવી 4000 જેટલા ફાર્માસિસ્ટો ને રોજગારી અપાવવાનું ભગીરથ કાર્ય કર્યું હતુ, ફિક્સ પગારનુ આંદોલન સફળ કરી 5 લાખ પરિવારોને ફાયદો કરાવ્યો હતો, આશા વર્કર બહેનોના પગારમાં વધારો કરાવ્યો હતો, બીજા અન્ય નાના કર્મચારીઓ જેવા કે આંગળવા ડી કર્મચારી, મધ્યાહન ભોજન કર્મચારી, કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સ કર્મચારી અને રિલાયન્સ નેવલના કર્મચારી માટે ચાલતી લડતોમાં સંપૂર્ણ સહયોગ આપ્યો હતો,તેમજ ગીર વિસ્તારમાં ખેડૂતો માટે અનેક લડતો પ્રવિણ રામ દ્વારા આપવામાં આવી હતી , આંદોલનો અને આંદોલનકારીઓ અનેક હોઇ છે પરંતુ તમામથી પ્રવિણ રામ એટલા માટે અલગ પડે છે કારણકે પ્રવિણ રામના એક પણ આંદોલન માં સરકારી સંપતિને ક્યારેય નુકશાન થયું નથી અને તેમના દરેક આંદોલન સર્વ સમાજ માટે હોઇ છે જે જનતાને ખૂબ સારો સંદેશ આપે છે
ત્યારે આવા ગુજરાતના સપૂત, યુવા નેતા અને સફળ આંદોલનકારી પ્રવીણભાઇ રામનો આજે જન્મદિવસ છે ત્યારે સર્વ સમાજના તમામ લોકો દ્વારા આજે સોશીયલ મીડિયામાં શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે, પ્રવીણભાઇ રામ જન અધિકાર મંચ અને અખિલ ભારતીય સર્વદળીય ગૌ સેવા સમિતિના ગુજરાત અધ્યક્ષ છે એટલે દર જન્મદિવસના દિવસે સમગ્ર ગુજરાતની જન અધિકાર મંચની ટીમ અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરી જન્મદિવસ ઉજવે છે પરંતુ આ વખતે કોરોના ની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ કોઈ પ્રોગ્રામોનું આયોજન કરવાનું જન અધિકાર મંચની ટીમ દ્વારા મોકૂફ રાખવામાં આવ્યું છ.