રાજપીપળામાં મિશ્ર ઋતુથી રોગચાળો વકર્યો: સિંધિવાડમાંથી ડેન્ગ્યુનાં બે પોઝીટીવ કેસ નિકળતાં તંત્ર દોડતું થયું

adminpoladgujarat
adminpoladgujarat
3 Min Read

રાજપીપળામાં મિશ્ર ઋતુથી રોગચાળો વકર્યો: સિંધિવાડમાંથી ડેન્ગ્યુનાં બે પોઝીટીવ કેસ નિકળતાં તંત્ર દોડતું થયું

એક મહિલા અને એક યુવાનનો ડેન્ગ્યુ રિપોર્ટ પોઝિટિવ આવતા ધીમી ગતિએ પગ પેસારો કરતા ડેન્ગ્યુને નાથવા આરોગ્ય વિભાગ આખા શહેરમાં ટીમો ઉતારી કામગીરી કરાવે તેવી લોકોની માંગ

(વહાબ શેખ : નર્મદા)

રાજપીપળા શહેરમાં વરસાદી વાતાવરણને લઇ રોગચાળો સતત વક્રી રહ્યો છે, જેમાં ખાસ મચ્છરજન્ય રોગચાળો વધતા ડેન્ગ્યુ, મલેરીયાના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે, ત્યારે કેટલાક વિસ્તારોમાં સ્થાનિકોની ફરિયાદ છે કે, તંત્ર દ્વારા સફાઇ કામગીરી કરવામાં ન આવતા લોકો બીમાર પડી રહ્યા છે, તો બીજી તરફ
રોગચાળો વકરતા આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે, રોગચાળો કાબૂમાં લેવા કામગીરી હાથ ધરાઇ છે

મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા શહેર માં ધીમી ગતું એ ડેન્ગ્યુ પગ પેસારો કરી રહ્યો હોવાનું લાગી રહ્યું છે જેમાં ખાસ કરીને હાલમાં રાજપીપળા નાં સિંધિવાડ વિસ્તાર માં બે કેસ સામે આવ્યા છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કામગીરી થતી નથી તેમ સ્થાનિકો એ રોષ ઠાલવતા જણાવ્યું હતું ડેન્ગ્યુ નાં આ બે કેસ માં એક મહિલા અને એક યુવાન નો સમાવેશ થાય છે ત્યારે ડેન્ગ્યુ એ અત્યારસુધી કેટલા વિસ્તાર માં પગ પેસારો કર્યો છે અને કેટલા લોકો ને ડેન્ગ્યુ પોઝીટીવ આવ્યા છે એ આંકડો આરોગ્ય વિભાગ નાં સર્વે બાદ બહાર આવશે પરંતુ હાલમાં આ બે કેસ નિકળતાં આરોગ્ય તંત્ર કામે લાગ્યું છે.

ઉલ્લેખનીય છે કે ભૂતકાળ માં ડેન્ગ્યુ અને મેલેરિયા એ રાજપીપળા શહેર માં ધીમી ગતિએ પગ પેસારો કર્યા બાદ અચાનક કેસો વધી ગયા હતા જેમાં કેટલાક દર્દીઓ ની હાલત ગંભીર થઈ હતી જ્યારે અમુકના મોત પણ થયા હતા જોકે અર્બનની ટીમોએ એ સમયે ખુબ સારી કામગીરી કરી હતી પરંતુ ડેન્ગ્યુ નાં કેસ માં પોતે જ સલામતી રાખવી જરૂરી છે, કેમ કે ઘરમાં કે આસપાસ સંગ્રહ કરેલ પાણી ખુલ્લું રખાઈ તો અંદર ડેન્ગ્યુના મચ્છર નો ઉપદ્રવ થતો હોય અને આ મચ્છર કરડે તો ડેન્ગ્યુ થતો હોય છે માટે આવી ઘટના નું પુરનાવર્તન નાં થાય તે માટે તંત્ર ઝડપી કામગીરી કરે અને લોકો પણ આ મુદ્દે સલામતી રાખે એ જરૂરી છે.

*બોક્ષ*
*ડેન્ગ્યુ-મેલેરિયા રોકવા માટેના જરૂરી સૂચનો:*
1. પાણીની સિમેન્ટની ટાંકી, સિન્ટેક્ષની ટાંકી, બેરલ, કેરબા તથા અન્ય પાણી ભરેલા તમામ પાત્રો હવાચુસ્ત ઢાંકીને
રાખીએ.
2. પશુઓને પાણી પીવાની કુંડી, અવાડા દર અઠવાડિયે નિયમિત ખાલી કરી ઘસીને સાફ કરવું.
3. ફ્રિજની ટ્રે, માટલા, કુલર, ફુલદાની, પક્ષીકુંજ વગેરેનું પાણી નિયમિત ખાલી કરી, ઘસીને સાફ કરવું.
4. બિનજરૂરી ડબ્બાડુબ્લી, ટાયર, ભંગારનો યોગ્ય સ્થળે નિકાલ કરવો.
5. અગાશી, છજજામાં જમા રહેતા પાણીનો નિકાલ કરવો.
6. છોડના કુંડામાં જમા રહેતો વધારાના પાણોનો નિકાલ કરવો.
7. ડેન્ગ્યુનો મચ્છર દિવસે કરડતો હોવાથી દિવસ દરમિયાન પુરૂ શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા.

Share this Article
Leave a comment