પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે “સેવા સપ્તાહ” દરમિયાન ૧૬૭ પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં રક્તદાન શિબિર યોજાયો

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

વિશ્ર્વનેતા, સર્વાધિક લોકલાડીલા અને યશસ્વી આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ૭૦માં જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરેલ “સેવા સપ્તાહ” દરમિયાન આજે ૧૬૭, પશ્રિમ વિધાનસભાના સમાવિષ્ટ ઈલેકશન વોર્ડ નંબર : ૧૦ (અડાજણ-ગોરાટ)ના યુવામોરચા દ્વારા રકતદાન શિબિર યોજાયેલ, જેમાં કુલ ૭૦ બોટલ રકત એકત્રિત થયેલ હતી.
જેમાં લોકલાડીલા ધારાસભ્યશ્રી પૂર્ણેશભાઈ મોદી દ્વારા પ્રમાણપત્ર, એ.વી.પટેલ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી શાનિલભાઈ પટેલ દ્વારા સ્મૃતિભેટ અને શ્રી સુરતી મોઢ વણિક અડાજણ રાંદેર યુવક મંડળ દ્વારા થેલી (કેરીબેગ) રકતદાન કરનાર રકતદાતાાઓનો ઉત્સાહ વધારવા આપવામાં આવેલ.

આ કાર્યક્રમને સફળતા બક્ષવા કોર્પોરેટરશ્રી અનિલભાઈ બિસ્કીટવાલાએ આ વર્ષે ફરીવાર રકતદાન કર્યું અને તેઓએ સ્મીમેર હોસ્પિટલના સ્ટાફ મિત્રો, વોર્ડના સંગઠન કારોબારીના મિત્રો, વોર્ડના સક્રિય કાર્યકર મિત્રો, યુવા મોર્ચાના મિત્રો અને બુથના કાર્યકર્તા મિત્રોનો શબ્દોથી ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

Share this Article
Leave a comment