આહવા: તા: ૨૫: ડાંગ જિલ્લા પતંજલિ યોગ પરિવાર દ્વારા, સ્વામી રામદેવજી મહારાજના તેજસ્વી સન્યાસી પૂજ્ય યજ્ઞદેવજી મહારાજના સાનિધ્યમાં ડાંગ જિલ્લાનો “યજ્ઞ મહોત્સવ” વધઈ ખાતે આયોજિત કરાયો છે.
તારીખ ૨૭મી ડિસેમ્બર ને સોમવારે બપોર બાદ ૩:૩૦ વાગ્યાથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, રાજેદ્રપુર (વઘઈ), જિ.ડાંગ ખાતે આયોજિત આ મહોત્સવ દરમિયાન સ્વામી યજ્ઞદેવજી મહારાજના સાનિધ્યમા પ્રત્યક્ષ “યજ્ઞ” કરવા માટે ડાંગના તમામ લોકોને દર્શાવેલ નંબર ઉપર સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરવા જણાવાયુ છે. આ માટે (૧)
પ્રીતિબેન ભાવસાર – ૯૭૨૪૩ ૩૬૭૯૨, (૨) ગૌરવ કટારે ૮૩૨૦૪ ૪૦૨૪૧, અને (૩) શૈલેષભાઈ – ૯૪૨૭૧ ૫૪૮૬૬નો સંપર્ક કરી શકાશે.
નિયમિત યજ્ઞ કરવાથી પર્યાવરણ શુદ્ધિ, બેક્ટેરીયા, વાયરસથી મુક્તિ, સાથે જીવનમા સુખ, શાંતિ અને દરેક પ્રકારની સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. અલગ અલગ પ્રકારની હવન સામગ્રીનો ઉપયોગ કરીને કરવામા આવતા “યજ્ઞ”થી અસાધ્ય રોગોને મટાડવામા ખૂબ જ મદદ મળે છે. જેની પાછળનુ વિજ્ઞાન શું છે ? તે જાણવા, સમજવા તથા યજ્ઞ કરવા કે સહભાગી થવા માટે નગરવાસીઓને આમંત્રણ પાઠવાયુ છે. ડાંગના કોઈ પણ વ્યક્તિ આ કાર્યક્રમમા ભાગ લઈ યજ્ઞ કરી શકે છે.
આ માટે જરૂરી (૧) ગેલ્વેનાઈઝ હવનકુંડ + સંપૂર્ણ કીટ, (૨) તાંબાનુ હવનકુંડ + સમગ્ર કીટ યજ્ઞ સ્થળેથી મળશે.
જેમની પાસે હવનકુંડ તથા સંપૂર્ણ કીટની વ્યવસ્થા હોય તેમણે આ કીટ ખરીદવાની જરૂર નથી. જેમણે કીટ ખરીદવાની હોય તો તે માટે રજીસ્ટ્રેશન કરવાથી યજ્ઞના સ્થળેથી કીટ અને સામગ્રી ઉપલબ્ધ કરાવાશે.
“હરીદ્વાર”થી હર દ્વાર (દરેક ધર) સુધી યજ્ઞ ચિકિત્સાના લાભો પહોંચાડી ડાયાબિટીસ, દમ, ખાંસી, કોલેસ્ટ્રોલ, તણાવ, લખવો, ધ્રુજારી, વાંઝણાપણુ, એસીડીટી, પીઠ દર્દો, નસમા દુખાવો, ત્વચાના રોગો, ત્રિર્દોષ, કેન્સર, ટ્યૂમર, વંશાનુગત વિકાર, શાંતી અને ખુશી માટે યજ્ઞ અનિવાર્ય અને ઉપયોગી પુરવાર થયા છે, તેમ આયોજકો દ્વારા જણાવાયુ છે.
ઉલ્લેખનિય છે કે, હર ઘર સુધી યજ્ઞ યાત્રા પહોંચાડવાના ઉદ્દેશ સાથે ગુજરાતથી પ્રારંભાયેલી આ યાત્રા છેલ્લા વિસેક દિવસથી ગુજરાતમા ફરી રહી છે. જે દંડકારણ્યના આંગણેથી સૌરાષ્ટ્ર, કચ્છ તરફ પ્રયાણ કરશે.
સ્વામી યજ્ઞદેવ મહારાજ સાથે યાત્રાના નિયુક્ત પદાધિકારીઓ, વલસાડના યોગાચાર્ય અને રાજ્ય પ્રભારી-મહિલા પતંજલિ યોગ સમિતિ (દક્ષિણ ગુજરાત) તનુજા આર્ય સહિત ગુજરાતના યજ્ઞ પ્રભારી નેહા વ્યાસ, ડાંગ પ્રભારી પ્રીતિબેન ભાવસાર સહિત કાર્યકરો પણ જોડાઈને યાત્રાને ઘર ઘર સુધી પહોંચાડી રહ્યા છે.