વિશ્વકર્મા યોજનાથી ઓબીસી સમાજના ૩૦ લાખ પરિવારોને સીધો લાભ મળશે : પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ

adminpoladgujarat
adminpoladgujarat
3 Min Read

(પોલાદ ગુજરાત) સુરત, તા.૧૭ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની ઉપલબ્ધિ અંગે આજરોજ ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ તથા કેન્દ્રીય રેલમંત્રી તથા રાજ્ય ટેક્સટાઈલ મંત્રી દર્શના જરદોશે યોજેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની મા. શ્રી નરેન્દ્રભાઇ મોદી ના નેતૃત્વ હેઠળની એન. ડી. એ. ની સરકાર દેશની સર્વાંગી પ્રગતિ માટે તેમજ કચ્છથી કોહિમા અને કાશ્મીર થી કન્યાકુમારી ને જોડી શકાય વિકાસના ફળ અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડી શકાય તે માટે માળખાગત વિકસાવવા માટે પણ ભરપૂર પ્રયત્ન કરી રહી છે. જેમાં એક સાથે ૧૩૦૯ જેટલા રેલવે સ્ટેશનો જે નાના નાના સ્થળો છે અને જૂના રેલવે સ્ટેશનોના મકાનો હતા તેને એક સાથે અકૃતકાળમાં નવા બનાવવા માટેનું ભૂમિપૂજનનો એકસાથે કાર્યક્રમ થયો. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રૂપિયા ૨૪,૪૭૦ કરોડ રૂપિયાની ખર્ચે ૧૩૦૯ રેલવે સ્ટેશનોના મકાનોને આધુનિક અને નવા બનાવવા માટે જે તે વિસ્તારની સંસ્કૃતિ પ્રમાણે બનાવવા માટેનું ભૂમિપુજન એક સાથે કરવામાં આવ્યું. આ ઉપરાંત લગભગ ૪૦ જેટલા રેલવે સ્ટેશનોના આધુનિકરણ અને મકાનો નવા બનાવવા માટેનું કાર્ય આ અગાઉ માં. વડાપ્રધાનશ્રી ના હસ્તે વિવિધ કાર્યક્રમો હેઠળ ભૂમિપુજન અને કાર્યની શરૂઆત થઈ ચૂકી છે તેમજ આગામી સમયમાં બીજા આવા લગભગ ૬૦૦ જેટલા રેલવે સ્ટેશનોની ઓળખ કરવામાં આવી છે. જેની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.

હેન્ડલૂમ ડે ના રોજ દેશમાં ૭૫ જેટલી જગ્યાઓ પર એકસાથે હેન્ડલૂમ અને એમ.એસ.એમ.ઇ. ને જોડી ને હેન્ડલૂમના કારીગરીને લાભ મળે હેન્ડલૂમના કારીગરોની સ્થિતિ સારી થાય અને એમ.એસ.એમ.ઇ. ની. ટેકનોલોજી અને હેન્ડલૂમના કારીગરોની સ્કિલ બને સાથે મળીને આગળ વધે એ માટે હેન્ડલૂમ દિવસના કાર્યક્રમોનું પણ આયોજન મા. શ્રી નરેન્દ્રભાઇ મોદીજીના દૂરંદેશી માર્ગદર્શન ને કારણે શકય થયું હતું
માં. પ્રધાનમંત્રીશ્રી એ ૧૫મી ઔગસ્ટના રોજ લાલ કિલ્લા ઉપરથી જે જાહેરાત કરી હતી તે આવશે. વિશ્વકર્મા યોજનાની વિગતો પણ આજે દેશ સમક્ષ જાહેર કરી દેવામાં આવી છે. જે અંતર્ગત કેબિનેટ દ્વારા મંજૂરી આપવાના કારણે હવે એ યોજના ટુંક સમયમાં લાગુ પણ થઈ જશે ઉલ્લેખનીય છે કે આ યોજનામા વિશેષ કરીને દેશભરના ઓબીસી સમાજના લગભગ ૩૦ લાખ પરિવારોને પોતાની પરંપરાગત વ્યવસાય વિકસિત કરવામાં આર્થિક મદદ મળશે તેમને આ યોજના હેઠળ પ્રશિક્ષણ આપવામાં આવશે જે તેમની કુશળતામા વધારો કરશે. આ યોજના માટે સરકાર ૧૩ હજાર કરોડ જેવી માતબર રકમનો ખર્ચ કરનાર છે. આ માટે લાભાર્થીઓનું રજીસ્ટેસહન ગામડાઓમાં કોમન સર્વીશ સેન્ટર ખાતે કરવામાં આવશે તેમજ ૩ સ્તરોમાં સં લાભાર્થીઓની પસંદગી કરવામાં આવશે

Share this Article
Leave a comment