મણિપુરમાં થયેલ હિંસા અને બે આદિવાસી મહિલાઓને રોડ પર નગ્ન અવસ્થામાં પરેડ કરવાના વિરૂધ્ધમાં ભારતીય ટ્રાયબલ ટાઈગર સેના ડાંગ દ્વારા આવેદનપત્ર અપાયું

adminpoladgujarat
adminpoladgujarat
3 Min Read

(મનિષ બહાતરે : આહવા પ્રતિનિધિ)

ભારતીય ટ્રાયબલ ટાઈગર સેના ડાંગ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે
મણિપુરમાં ૩ મે ના રોજથી તોફાનો ફાટી નિકળ્યા છે તે હજુ સુધી અટકવાનું નામ નથી લઈ રહ્યાં દિવસે ને દિવસે હિંસક ઘટનાઓ સામે આવી રહી છે. આ તોફાનોમાં અત્યાર સુધી ૧૫૦ થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે ૬૦,૦૦૦ થી વધુ લોકો વિસ્થાપિત થયા છે. હાલમાં જ સોશ્યલ મિડીયા માં એક વિડીયો વાયરલ થયો છે જેમાં બે કુકી આદિવાસી મહિલાઓને નગ્ન કરીને રસ્તા પર ચલાવવામાં આવી રહી છે. ત્યારબાદ સામૂહિક બળાત્કાર પણ કરવામાં આવ્યાના સમચાર સામે આવી રહ્યા છે. આ ફક્ત એક જ ઘટના નથી પરંતુ આવી અન્ય ઘટનાઓ પણ કુકી આદિવાસીની મહિલાઓ સાથે થઈ છે.આટલું જ નહીં પરંતુ કુકી આદિવાસીઓના ગામોને રંજાડવામાં આવી રહ્યા છે ઘરો સળગાવી દેવામાં આવ્યા છે અને કુકી આદિવાસીઓને તેમના ગામો ખાલી કરવા માટે મજબુર કરવામાં આવી રહ્યા છે આ વિડીયો જે
વાયરલ થયો છે તેના પરથી અનુમાન લગાવી શકાય છે કે તોફાનો કેટલા હિંસક અને ભયાવહ છે. જે કોઈ અપરાધી છે તે લોકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.

મણિપુર હિંસા રોકવામાં ત્યાંની ભાજપ સરકાર નિષ્ફળ રહી છે તથા દેશના વડાપ્રધાન પણ આ હિંસાઓ રોકવા માટે પ્રચાસ કરી રહ્યા નથી એ જોતા લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક મણિપુરની રાજ્ય સરકાર અને કેંદ્ર સરકાર આ હિંસાને સમર્થન આપી રહ્યા છે. સરકારના વલણ પરથી લાગી રહ્યુ છે કે તેઓ મણિપુરને ભારત દેશનો ભાગ નથી માનતા.

મણિપુરના લોકો સત્તત રાજ્યમાં ગુષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની તથા સરકાર ત્યાં શાંતિ સ્થાપે તેવી માંગ કરી રહ્યા છે પરંતુ સરકાર દ્વારા કોઇ પણ પ્રકારના પગલા ઉઠાવવામાં આવી રહ્યા નથી. સરકારનું વલણ જોતા તો લાગી રહ્યું છે કે જાણે સરકારે જાણી જોઈને મણિપુરને સળગવા માટે અને કુકી આદીવાસીઓને મરવા માટે છોડી દિધા છે તેથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પ્રત્યે આશા રાખવી નિરર્થક છે.
તેથી આ આવેદનપત્ર થકી રાષ્ટ્રપતિ મહોદયા શ્રીમતિ દ્રૌપદી મુર્મુ પાસે એજ માંગણી કરીએ છીએ કે તેઓ તાત્કાલિક ત્યાંની સરકાર વિરુદ્ધ કાર્યવાહી કરી મણિપુરમાં શાંતિ અને સુરક્ષા સ્થાપવા માટે પ્રયાસ કરે

જો આ બાબતે યોગ્ય પગલા ભરવામાં નહીં આવે અને મણિપુરના કુકી આદિવાસીઓને ન્યાય આપવામાં નહીં આવે તો આ માટે સમગ્ર દેશનો આદિવાસી સમાજ રસ્તા પર ઉતરશે જેની સંપુર્ણ જવાબદારી આપશ્રીની અને સરકારની રહેશે જેની ખાસ નોંધ લેવી. આપ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરશો એવી આશા સાથે આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે.

Share this Article
Leave a comment