સુબીર તાલુકાના ટિમ્બરથવા ગામે પોલીસ દ્વારા લોક સંવાદ કાર્યક્રમ યોજાયો

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

(મનિષ બહાતરે : સુબીર)

આહવા : ૨૫ સપ્ટેમ્બર ના રોજ સુબીર પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન સુબીર તાલુકાના ટિમ્બરથવા પ્રાથમિક શાળા ખાતે ગામ લોકો જોડે ડાંગ જિલ્લા પોલીસ દ્વારા લોક સંવાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું .
ડાંગ પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયાની ઉપસ્થિતિમાં યોજાયેલા લોક સંવાદ કાર્યક્રમમાં સ્થાનિક લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી.

લોક સંવાદ કાર્યક્રમ જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયા દ્વારા લોકોને ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ આપી ટ્રાફિકના નિયમનું પાલન કરવા જણાવ્યું હતું, તેમજ સાયબર ક્રાઇમના ફ્રોડની જાણકારી આપી સાઇબર ફ્રોડથી બચવા અંગે જણાવ્યું હતું. ઉપરાંત સાયબર ક્રાઇમના ભોગ બનતા લોકોને તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધવા જણાવ્યું હતું.

આ ઉપરાંત તેમજ સ્થાનિક લોકોને પોલીસને લગતા કોઈપણ પ્રશ્ન કે મુંઝવણ હોય ત્યારે તાત્કાલિક પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા અપીલ કરવામાં આવી હતી.

Share this Article
Leave a comment