સ્ટેચ્યુ ઓફ યુનિટી : એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની તડામાર તૈયારીઓ શરૂ

adminpoladgujarat
adminpoladgujarat
3 Min Read

એકતા નગર ખાતે અધિક મુખ્યસચિવ ગૃહવિભાગના મુકેશપુરી દ્વારા વિવિધ સમિતિઓની સમીક્ષા બેઠક યોજી રીવ્યુ કરવામાં આવ્યો

રાષ્ટ્રીય એકતા દિવસ-૨૦૨૩ ની ઉજવણી સંદર્ભે ૧૬ જેટલી કેન્દ્રીય-સ્ટેટ-ડિસ્ટ્રીક્ટ લેવલની વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી, સંબંધિત સમિતિઓએ કાર્યઆરંભ કરી કામે લાગી

(સાજીદ સૈયદ : નર્મદા)

સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે રાષ્ટ્રીય કક્ષાના એકતા દિવસે આગામી ૩૧મી ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ સરદાર પટેલની જન્મજયંતિએ રાષ્ટ્રીય પરેડની ઉજવણી સંદર્ભમાં ગઈકાલે સાંજે એસ.એસ.એન.એન.એલ. સર્કિટ હાઉસ-એકતાનગર ખાતે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરીની અધ્યક્ષતામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના સી.ઈ.ઓ. ઉદિત અગ્રવાલ, જિલ્લા વહિવટી તંત્રના વડા અને જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સંદર્ભે વિવિધ સમિતિઓને ગ્રાઉન્ડ રિપોર્ટિંગ માટે અને સુચારૂ આયોજન અમલવારી અંગે પ્રાથમિક રીવ્યુ બેઠક યોજવામાં આવી હતી.

આ કાર્યક્રમના આયોજન માટે ૧૬ જેટલી વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે જેવી કે, ઓર્ગેનાઈઝિંગ કમિટિ, પરેડ નિદર્શન કમિટિ, કલ્ચરલ પ્રોગ્રામ કમિટિ, આમંત્રણ અને બેઠક વ્યવસ્થા કમિટિ, મીડિયા અને પ્રચાર-પ્રસાર કમિટિ, એકોમોડેશન, સિક્યુરિટી અને ટ્રાન્સપોર્ટેશન કમિટિ, ફૂડ કમિટિ, સાફ-સફાઈ કમિટિ, હેલિપેડ કમિટિ, કાયદો અને વ્યવસ્થા, આરોગ્ય વ્યવસ્થા, જિલ્લા કન્ટ્રોલ રૂમ વગેરે જેવી મહત્વની કમિટિઓનો સમાવેશ થાય છે.

આ સમિતિઓની પ્રાથમિક તબક્કાની વન ટુ વન રીવ્યુ અને માઈક્રો પ્લાનિંગ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને રચનાત્મક સૂચનો અને પ્રેરક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા દ્વારા સવારે ૧૧ કલાકે જિલ્લા કક્ષાની વિવિધ સમિતિઓની બેઠક પણ એકતાનગર ખાતે જ યોજવામાં આવી હતી. આ ઉજવણી સુંદર રીતે થાય અને એક ટીમ નર્મદા તરીકે સંકલન અને સહકારથી કામ કરવા અનુરોધ કર્યો હતો. અને બહારથી આવેલા અધિકારી- કર્મચારીઓ પણ એક બીજી સમિતિના સંકલનમાં કામ કરે તે જરૂરી છે. અને વખતોવખતની સૂચના અને પ્રોટોકોલ બાબતોને ફોલો કરવા જણાવ્યું હતું.

કાયદો અને વ્યવસ્થાના ગૃહ વિભાગના જોઈન્ટ સેક્રેટરી યોગેશ નીરગુડે દ્વારા ગ્રાઉન્ડ પર સ્ટેજ કમિટિ સાથે નિરીક્ષણ કરીને સંબંધિતોને જરૂરી સૂચના અને માર્ગદર્શન કર્યું હતું. પરેડ ગ્રાઉન્ડ ખાતે સ્ટેજ કમિટીનો રીવ્યુ અને સ્થળ વિઝીટ કરીને સંબંધિત ઓર્ગેનાઇઝિંગ એજન્સી અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સાથે સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા અંગે ચર્ચા કરી હતી.

સાંજે યોજાયેલી બેઠકમાં જિલ્લા પોલીસવડા પ્રશાંત સુંબે, વિવિધ સ્ટેટ અને ડિસ્ટ્રીક્ટ કમિટિના સભ્યો, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી ઓથોરિટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share this Article
Leave a comment