સુરત મનપાના સેનેટરી ઈન્સ્પેકટર રૂપિયા 5000 લાંચ લેતા ઝડપાયો

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

આરોગ્ય વિભાગ દ્વારા NOC કાઢી આપવાના એવજમાં માંગી હતી લાંચ

     તા.૩ સુરત : સુરત મનપાના સેનેટરી ઈન્સ્પેકટરએ ફરીયાદી પાસે આરોગ્ય વિભાગ દ્વારા NOC કાઢી આપવાના એવજમાં રૂપિયા ૫૦૦ લાંચ માંગી હતી,
મળતી માહિતી મુજબ સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ પાસે ફરીયાદીએ સુરત શહેર વિસ્તારમાં નવરાત્રી ગરબા-૨૦૨૨નું આયોજન કરેલ હતુ, જે અંગે સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ પાસેથી એન.ઓ.સી. મેળવવા ફરીયાદીએ અરજી કરેલ હોય, આરોગ્ય વિભાગની એન.ઓ.સી. આપવા ફરીયાદી પાસે આરોપીએ મનોજકુમાર મહેશચંદ્ર ચોકસી નોકરી વર્ગ ૩, સેનેટરી ઈન્સ્પેકટર આરોગ્ય વિભાગ સુરત મનપા એ રૂપિયા ૫,૦૦૦/- લાંચની માંગણી કરેલ હોય, જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોય, ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે ફરીયાદીની ફરીયાદના આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા ૫,૦૦૦/-ની લાંચની માંગણી કરી, લાંચની રકમ બી.પી. હેલ્થ સેન્ટર, વાંકી બોરડી, સૈયદપુરા શાક માર્કેટ ખાતે સ્વિકારી સ્થળ ઉપર જ એસીબીના હાથે પકડાઈ ગયેલ છે, આ ટ્રેપના અધિકારી કે.જે.ધડુક, પોલીસ ઇન્સપેકટર સુરત શહેર એસીબી પો.સ્ટે. તથા સ્ટાફ અને સુપર વિઝન કરનાર અધિકારી એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, એસીબી સુરત એકમ, દ્વારા સફળ કામગીરી કરી આરોપીને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

Share this Article
Leave a comment