રાજપીપલા સ્ટેટના પ્રિન્સ માનવેન્દ્રસિંહ પોતાનો જન્મદિવસ પ્રજાજનો વચ્ચે રાજપીપલા પબ્લિક ગાર્ડનમાં ઉજવશે

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

પ્રિન્સ માનવેન્દ્રસિંહએ તા 23/ 9/ 23/ ને શનિવારના રોજ સવારે 11:30 કલાકે રાજપીપળા સ્ટેટની પ્રજા અને પત્રકાર મિત્રોને શુભેચ્છા મુલાકાત માટે જાહેર આમંત્રણ પાઠવ્યું છે

સાજીદ સૈયદ : નર્મદા

રાજપીપલા સ્ટેટના પ્રિન્સ માનવેન્દ્રસિંહ પોતાનો 58 મો જન્મદિવસ તારીખ 23/ 9 /23 ને શનિવારના રોજ રાજપીપલા પબ્લિક ગાર્ડનમાં સવારે 11:30 કલાકે નગરજનો સાથે ઉજવશે તેમ તેમણે જણાવ્યું હતું,

વધુમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ સવારે 11:00 કલાકે હરસિધ્ધિ માતાજીના દર્શન કરી ત્યાંથી તેમના દાંત પર દાદા મહારાજા વિજયસિંહજી ની પ્રતિમાને હાર પહેરાવી તેમના આશીર્વાદ મેળવશે ત્યાંથી તેઓ 11:30 કલાકે રાજપીપલા વેદ વિનાયક રાવ પબ્લિક ગાર્ડનમાં નગરજનો વચ્ચે તેમનો જન્મદિવસ ઉજવશે.

તેમના દેશ વિદેશમાં રહેતા શુભેચ્છકો પણ તેમના જન્મદિવસ ની ઉજવણીના આ પ્રસંગે શુભેચ્છા પાઠવવા ખાસ આવનાર છે પ્રિન્સ માનવેન્દ્રસિંહ જણાવ્યું છે કે રાજપીપલા સ્ટેટની પ્રજા અને પત્રકાર મિત્રોને તેઓ સવારે 11:30 કલાકે શુભેચ્છા મુલાકાત માટે જાહેર આમંત્રણ પાઠવ્યું છે.

Share this Article
Leave a comment