શાળાના બાળકોએ પ્લેકાર્ડ પર સ્વચ્છતાના સૂત્રો સાથે નાટક ભજવી કર્મયોગી-મુસાફરોને જાગૃત કર્યા
સાજીદ સૈયદ : નર્મદા
રાજપીપલા, શુક્રવાર :- વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશભરમાં સ્વચ્છતાની જ્યોત જગાડવા માટે રાષ્ટ્રવ્યાપી સ્વચ્છ ભારત મિશનની વર્ષ ૨૦૧૪ માં શરૂઆત કરવામાં આવી છે. જનઆંદોલનથી શરૂ થયેલ આ ઝુંબેશ આજે જનઆંદોલનમાં પરિણમ્યું છે. હાલ રાષ્ટ્રવ્યાપી “સ્વચ્છતા હી સેવા” ઝુંબેશ ચાલી રહ્યો છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ અનેકવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરાઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજપીપલા એસ.ટી.ડેપો મેનેજરશ્રી કે.એચ.નાયીએ બિરસામુંડા પ્રાથમિક શાળાના બાળકો અને શાળા પરિવાર સાથે સહભાગીદારીથી બસ સ્ટેશન અને આસપાસ સ્વચ્છતા રાખવા તેમજ મુસાફરોને સ્વચ્છતા જાળવવા અને તેના મહત્વ વિશે સમજણ પુરી પાડી હતી. શાળા બાળકોએ પ્લેકાર્ડ પર સ્વચ્છતાના સૂત્રો લખી તથા નાટકની પ્રસ્તૂતી દ્વારા ડેપો સ્ટાફ સહિત મુસાફરોને જાગૃત કરીને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.
ડેપો સ્ટાફ સહિત મુસાફરોને જાગૃત કરવા માટે યોજાયેલ સ્વચ્છતા અવેરનેસ કાર્યક્રમમાં બિરસામુંડા પ્રાથમિક શાળાના શ્રી શરદભાઇ વસાવા, શ્યામજીક્રુષ્ણ વર્મા શાળાના ડો. કલ્પેશભાઇ મહાજન, નાંદોદ અને ગરૂડેશ્વર તાલુકા ટીચર્સ સોસાયટીના મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.