સાજીદ સૈયદ, નર્મદા
રાજપીપળા સેશન્સ કોર્ટે માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નાંદોદ તાલુકાના જીઓરપાટી ગામના નરપીચાસને 20 વર્ષની સખત કેદની સજા ફટકારતા ચકચાર મચી જવા પામી છે
હાલ નરાધમો દ્વારા નાની સગીરાઓને ખોટી લોભ લાલચ
આપીને લલચાવી ફોસલાવીને દુષ્કર્મ અચરાતા હોય છે. આરોપીઓને જાણે કોઈ જાતનો ડર ના હોય એટલી હિંમતથી ખરાબ હરકતો કરતા હોય છે, પરંતુ આવી ખરાબ દાનતોવાળા
શખસ માટે કોર્ટે કડક કાયદો બનાવ્યો છે અને આવા કાયદા પ્રમાણે અને દુષ્કર્મ કેસમાં સેસન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. વાત છે નાંદોદ તાલુકાના જીઓરપાટી ગામની જેમાં આરોપી ઝાકીરશા ઉર્ફે જાકો ગુલુશા ઉર્ફે ગુલાબશા દિવાનએ સગીર વયની બાળકી વર્ષ–૦૬ ફળિયામાં રમતી હતી ત્યારે બાળકીને તેના ઘરે બોલાવી લાવી દરવાજો અંદરથી બંધ કરી બાળકી સાથે શારીરિક અડપલા કરી દુષ્કર્મ આચર્યું હતું જેની ફરિયાદ સગીરાની માતાએ રાજપીપળા પોલીસ મથકમાં નોંધાવી હતી
પોલીસે નારાધમને ઝડપી પાડી જેલ હવાલે કરી કોર્ટમાં ચાર્ટ સીટ દાખલ કરી હતી, તે મુજબ પોલીસે ઠોસ પુરાવા રજુ કર્યા હતા, આ કેસ રાજપીપલાની એડી. સેસન્સ કોર્ટના જજ એન.એસ. સીદ્દીકી સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં ફરીયાદી તર્ફે જીલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહીલ નાઓએ ફરીયાદ પક્ષે સાહેદો, સાયન્ટીફીક પુરાવાઓ તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ નામદાર હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જજમેન્ટો તથા લેખીત તથા મોખીક તેમજ આરોપીને વધુમાં વધુ સજા થાય તેવી દલીલો રજૂ કરી હતી,
નામદાર કોર્ટે સદર પુરાવાઓને ધ્યાનમાં રાખી આરોપીને ૨૦ વર્ષની સખત સજા અને ૫૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે દંડ આરોપી ભરે તો તે રકમ ભોગ બનનારને વળતર તરીકે ચૂકવવા આદેશ કરાયો છે તેમજ ગુજરાત વિકટીમ કપ્પનસેશન એકટ ૨૦૧૯ મુજબ ભોગ બનનારને રૂ.એક લાખનું વળતર ચુકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે