વ્યારા, તાપી : રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી શરદ પવાર જી ની અનુમતિ થી તેમજ ગુજરાત પ્રદેશ પ્રભારી માનનીય શ્રી પ્રફુલ પટેલજી ની સૂચનાથી તાપી જિલ્લાના અનુભવી રાજકારણી શ્રી પિલાજીભાઈ સામજીભાઈ ગામિત ને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષમાં ગુજરાત પ્રદેશ (NCP) ના તાપી જિલ્લા પ્રમુખ પદે નિયુક્તિ આપવામાં આવી છે. તાપી જિલ્લા NCP ના સંગઠનને મજબૂત બનાવવાની જવાબદારી આપી જ્વલંત સફળતા માટે ગુજરાત પ્રદેશ પ્રમુખ જયંત પટેલ (બોસ્કી) એ હાર્દિક શુભકામના આપી છે.