( વિશ્વ પટેલ : પોલાદ ગુજરાત) તા.૨૭, સુરત :
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શ્રીકૃષ્ણલાલ શ્રીધરાણી પ્રાથમિક શાળા ક્રમાંક ૧૭૪માં ૭૬માં પ્રજાસત્તાક પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવી. પ્રજાસત્તાક પર્વના આજના કાર્યક્રમમાં સ્થાનિક કોર્પોરેટરશ્રી નિરાલીબેન પટેલ, ભૂતપૂર્વ કોર્પોરેટરશ્રી નવીનભાઈ વાઘેલા,
માછી સમાજના અગ્રણીશ્રી ભગુભાઈ પટેલ, ભાજપના સ્થાનિક કાર્યકરશ્રી શીતલબેન પટેલ, ફુલપાડાના સામાજિક કાર્યકર્તાશ્રી મહેશભાઈ પટેલ,સંગીતાબેન પટેલ, સ્થાનિક નગરજનો, શાળાના બાળકો, તેમના વાલીઓ, શાળાના શિક્ષકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ધોરણ 3 થી 8 ના બાળકોએ દેશભક્તિ ગીતો પર ડાન્સ પર્ફોમન્સ રજુ કર્યા હતા. ધોરણ 8ના બાળકોએ સાઇબર ફ્રોડ વિષય પર નાટક રજૂ કર્યું હતું.
દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા સરકારશ્રીના નિર્દેશ અનુસાર ‘દિકરીને નામ દેશને સલામ’ અંતર્ગત આજના કાર્યક્રમની ધ્વજવંદન વિધિ શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની કુ. રૂદિયાણી દિનેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવી હતી. જે હાલ BCAનો અભ્યાસ કરે છે. આ સાથે ‘બેટી બચાવો’ને પ્રોત્સાહન આપવા નવી જન્મેલી દીકરી અને તેમની માતાને પણ ભેટ આપી સન્માનિત કરાયા હતા. શાળાના મુખ્ય શિક્ષકશ્રી વિજયભાઇ સુવાએ ઉપસ્થિત સર્વ મહાનુભાવો, વાલીશ્રીઓ અને શાળાપરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્ય પટેલક્રમના અંતે તમામ બાળકોને નાનખટાઈ અને ચોકલેટ વહેંચવામાં આવી હતી.